Rape case| આણંદ જિલ્લાના ઉમરેઠમાં 68 વર્ષનાં નરાધમ વૃદ્ધએ માનસિક અસ્થિર યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી. છેલ્લા એક વર્ષ દરમિયાન વાંરવાર યુવતી પર દુષ્કર્મ કરતા યુવતીને છ માસનો ગર્ભ રહી જતા વૃદ્ધની પાપલીલાનો ભાંડો ફુટયો હતો. જે બનાવ અંગે ઉમરેઠ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી વૃદ્ધની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં આ હવાસના ભુખ્યા નરાધમ વૃદ્ધ પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.
ઉમરેઠ શહેરના કડીયાવાડમાં રહેતા સતીષભાઈ કાંતીલાલ રાણા નામનાં 68 વર્ષીય વૃદ્ધ દ્વારા શહેરનાં એક વિસ્તારમાં રહેતી અસ્થિર મગજની યુવતીને પોતાની વાસનાનો શિકાર બનાવવામાં આવી હતી અને યુવતી પર છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરીને નરાધમ સતીષભાઈ પોતાની વાસના સંતોષતો હતો, પરંતુ વારંવાર દુષ્કર્મ ગુજારવાનાં કારણે અસ્થિર મગજની યુવતીને ગર્ભ રહી ગયો હતો, અને છ માસનો ગર્ભ થતા યુવતીનું પેટ ફુલેલું જોતા તેનાં પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં હોસ્પીટલનાં તબીબોએ યુવતીનું તબીબી પરિક્ષણ કરતા યુવતીને છ માસનો ગર્ભ હોવાનું સામે આવતા યુવતીના માતા પિતાનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી.
આ ધટનાને લઈને યુવતીનાં પરિવારજનોએ 181 અભયમની મદદ લેતા અભયમની ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલીંગ કરાતા અસ્થિર મગજની યુવતીએ સતીષ રાણાએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની દુઃખદ ઘટના જણાવી હતી, અસ્થીર મગજની યુવતી પર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવનાર સતીષ રાણાનું નામ બહાર આવતા જ સતીષ રાણાએ યુવતી અને તેનાં પરિવારજનોને ગર્ભનો નિકાલ કરવા માટે પૈસાની લાલચ આપી હતી. તેમજ આ બાબતે કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે નરાધમ વૃદ્ધ સતીષ રાણા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધતા જ નરાધમ સતીષ રાણા ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પરંતુ પોલીસ દ્વારા આરોપી સતીષ રાણાને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી તેની દુષ્કર્મનાં ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ભોગ બનનાર પીડીત યુવતી તેમજ આરોપી વૃદ્ધનું મેડીકલ ચેકઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.