World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આવતીકાલે એટલે કે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો આવવાની શક્યતા છે. જેને લઈ હવે AMC દ્વારા AMTS અને BRTSની વધારાની બસો દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
AMC દ્વારા AMTS અને BRTSની વધારાની બસો દોડાવાશે
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ભારત-ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTS અને BRTSની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે. આ સાથે AMTS દ્વારા ચાંદખેડા રૂટ પર 50થી વધારે બસો દોડાવાશે.
AMTSમાં મુસાફરી માટે ફક્ત 20 રૂપિયા જ ભાડું
ભારત-ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ દોડાવવામાં આવનાર આ વધારાની 50 બસ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના 5 વિસ્તાર માટે દોડશે. BRTS દ્વારા પણ વર્લ્ડકપને લઇ વધારાની 42 બસો દોડાવાશે. આ સાથે સવારે 8થી રાત્રે 1 કલાક સુધી AMTS અને BRTSની બસો દોડશે. વિગતો મુજબ AMTSમાં મુસાફરી માટે ફક્ત 20 રૂપિયા જ ભાડું ચૂકવવાનું રહેશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ વિવિધ રસ્તાઓ બંઘ રહેશે તેમજ કેટલાક રસ્તાઓ માટે ડાયવર્ઝન અપાયું છે. આવતીકાલે અમદાવાદના આંગણે ફાઈનલ મેચ છે ત્યારે સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યાના સમય સુધી કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયું છે. જે અંગે અમદાવાદ પોલીસે વિગતવાર માહિતી આપી છે.
કયો રસ્તાઓ બંધ રહેશે ?
જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
મેટ્રો પણ 1 વાગ્યા સુધી દોડશે
આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી બધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ અપાશે.
BRTS અને AMTS 1 વાગ્યા સુધી દોડશે
રવિવારે ફાઈનલ મેચ છે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે.