રૂપાલા: મીડિયાને આ મુદ્દો ધ્યાને ના લેવા કહેવાયું; ક્ષત્રિય નેતા પણ મારી સાથે

by ND
#Gujarat #BJP #LokSabhaElections2024 #ParshottamRupala

ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં બપોરે 3 વાગ્યે ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે બેઠક યોજાનાર છે. બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની પણ સંભાવના છે. હજુ 4 દિવસ પહેલાં જ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી ગયા હતા. તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા 1.30 દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેને પગલે એરપોર્ટ પર ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રૂપાલા સાથે મનસુખ માંડવીયા પણ એરપોર્ટ આવ્યા હતા, હવે બંને ગાંધીનગર જવા રવાના થયા છે.

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, હું દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની થતી હોય છે. આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે. આગેવાનો પાસે માહિતી છે, આગેવાનો સંવાદ કરી રહ્યા છે. એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહિ, પરંતુ તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે. મેં અગાઉ પણ નામ આપ્યા છે અત્યારે પણ નામ આપી શકું છું, પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી.

રૂપાલાએ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતા મીડિયાને કહ્યું હતું કે, હું તમને પણ કહું છું કે તમે પણ આ મુદ્દે ધ્યાન ના આપો.

 

Related Posts