અમદાવાદીઓએ હવે ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક) જોવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાની જરુર નહીં પડે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં: રાત પડતા જ રંગબેરંગી લાઈટ્સથી પાર્ક ઝળહળી ઉઠશે, વિવિધ સ્કલ્પચરના કારણે બાળકોને તો મોજ પડી જશે

by ND

અમદાવાદીઓએ હવે ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક) જોવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાની જરુર નહીં પડે. અમદાવાદના રિવરફ્રન્ટ પર અંદાજિત ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલો ગ્લો ગાર્ડન 3 તારીખથી ખુલ્લો મૂકવામાં આવશે. ગ્લો ગાર્ડનમાં મૂકાયેલા વિવિધ સ્કલપચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીને અનુભવ કરાવશે. રાત પડતા જ આ ગાર્ડન ઝળહળી ઉઠશે. બાળકોને તો અહીં આવતા જ મોજ પડી જાય તેવા કાર્ટુનના સ્કલ્પચર પણ મૂકાયા છે. આ ગાર્ડન લોકો માટે શુક્રવારથી ખુલ્લો મૂકાશે. પરંતુ, દિવ્ય ભાસ્કર તમને એક દિવસ પહેલા જ ગાર્ડનની વર્ચ્યુઅલી સફર કરાવી રહ્યું છે.
હવે, ગ્લો ગાર્ડન જોવા SoU નહીં જવું પડે

 

જો હવે તમારે નાઈટ ફ્લાવર પાર્ક એટલે કે ગ્લો ગાર્ડન જોવો હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવો નહીં પડે કારણ કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક ખાતે નાઈટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે. વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર સાથે LED લાઈટથી આ ફ્લાવર પાર્ક સુશોભિત કરવામાં આવ્યો છે. 3 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોના ઉદ્ઘાટનના દિવસે આ નાઈટ ફ્લાવર પાર્કને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. નાઈટ ફ્લાવર પાર્ક માટે અત્યારે કોઈ ફી રાખવામાં આવી નથી. ફ્લાવર પાર્કમાંથી નાઈટ ફ્લાવર પાર્કમાં સાંજના સમયે લોકો જઈ શકશે.

Related Posts