બ્લીસ સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ: ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (A.H.T.U) એ સરખેજ વિસ્તારમાં આવેલા “બ્લીસ સ્પા” માં ચાલી રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસ અધિકારીઓએ સ્પા/બોડી મસાજ પાર્લરોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

પોલીસને મળેલી ગુપ્ત માહિતી મુજબ, સરખેજના આમ્રપાલી કોમ્પલેક્ષમાં આવેલા “બ્લીસ સ્પા” માં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. સ્પાના માલિક, સિતાબેન સુરેશભાઈ કુમાવત, પૈસા કમાવવા માટે બહારથી સ્ત્રીઓને લાવીને સ્પાની આડમાં ગ્રાહકો પાસેથી પૈસા લઈને વેશ્યાવૃત્તિ કરાવતા હતા.

પોલીસે ડમી ગ્રાહક સાથે રેડ કરી અને સ્થળ પરથી આ પ્રવૃત્તિ ચાલુ હોવાનું અને સ્ત્રીઓ હાજર હોવાનું શોધી કાઢ્યું. પોલીસે સિતાબેન સુરેશભાઈ કુમાવત વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ ૩, ૪, ૫ અને ૭ હેઠળ ગુનો નોંધી, તેમને સરખેજ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ વિરસંગભાઈ, ભરતભાઈ વાલજીભાઈ, અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ મીનાબેન મહેન્દ્રભાઈ, નીલમબેન પંકજભાઈ સહિતના અધિકારીઓ સામેલ હતા. આ ઘટના ૦૭/૦૭/૨૦૨૫ ના રોજ બની હતી.

Related Posts