અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે એક તમંચો અને બે જીવતા કારતુસ સાથે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો.

આરોપી અમરાઈવાડી પોલીસ સ્ટેશનના એક ગુનામાં પણ વોન્ટેડ હતો

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક રીઢા ગુનેગારને એક તમંચો અને બે જીવતા કારતૂસ સાથે પકડ્યો છે. આ ગુનેગારનું નામ સંજય ઉર્ફે ચેરી કનુભાઈ ડાભી છે, જેની ઉંમર ૩૫ વર્ષ છે. તેને ૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સાંજે ૪:૪૫ વાગ્યે નારોલ સર્કલ, ગુમાનજીના મંદિર પાસે જાહેરમાંથી પકડવામાં આવ્યો.

પોલીસે તેની પાસેથી કુલ રૂ. ૧૨,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂ. ૨,૦૦૦નો એક તમંચો, રૂ. ૨૦૦ના બે કારતૂસ, રૂ. ૧૦,૦૦૦નો એક મોબાઈલ ફોન અને એક થેલીનો સમાવેશ થાય છે.

આરોપી સામે ડીસીબી પાર્ટ -બી- ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૫૦૨૪૧/૨૦૨૫ હેઠળ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય એક ગુનામાં પણ વોન્ટેડ હતો.

સંજય ઉર્ફે ચેરીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો છે અને તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેના પર અમરાઈવાડી, ધાટલોડિયા, ડીસીબી, નરોડા, નારણપુરા અને બાપુનગર જેવા પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત, તેની પર બે વખત પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. હાલમાં, આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.

Related Posts