સાણંદમાં તીન પત્તીનો જુગાર રમતા ૭ ઇસમો પકડાયા: રૂ. ૧,૧૩,૫૨૦નો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

​સાણંદ: પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ સાણંદ ટાઉન પોલીસે રાવળ વાસમાં દરોડો પાડી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ. ૧,૧૩,૫૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

​ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને સાણંદ ટાઉન પી.આઈ. બી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલી ટીમે ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.

​અટકાયત કરાયેલા આરોપીઓ:

​આકાશ પ્રતાપજી ઠાકોર (રહે. મોટો ઠાકોર વાસ, સાણંદ)

​હર્ષદ જયંતીભાઈ ઠાકોર (રહે. મોટો ઠાકોર વાસ, સાણંદ)

​ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા (રહે. ગોધાવી, સાણંદ)

​યુવરાજસિંહ મહેન્દ્રસિંહ સોલંકી (રહે. નવો વાસ, સાણંદ)

​સુરેશજી ગાભાજી ઠાકોર (રહે. નાળાની ભાગોળ, સાણંદ)

​જીતેન્દ્ર અંબાલાલ ઠાકોર (રહે. ઠાકોર વાસ, સાણંદ)

​રોનક અશોકભાઈ રાવળ (રહે. રાવળ વાસ, સાણંદ)

​જપ્ત કરાયેલ મુદ્દામાલ:

​રોકડ રકમ: રૂ. ૨૩,૫૨૦/-

​મોબાઇલ: ૬ નંગ (કિંમત રૂ. ૯૦,૦૦૦/-)

​ગંજીપાના: ૫૨ નંગ

​સાણંદ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts