અમદાવાદ પોલીસની નવી પહલ: મહિલાઓની ડિજિટલ સુરક્ષા માટે ‘સાયબર રક્ષિકા સ્ક્વોડ’ની રચના

by Bansari Bhavsar

અમદાવાદ:

​સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક (અથવા અનુપમસિંહ ગેહલોત સાહેબ) તથા સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાંચ) શ્રી શરદ સિંઘલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ‘Mission Cyber Rakshika – #SecureHerSpace’ અંતર્ગત વિશેષ “સાયબર રક્ષિકા સ્ક્વોડ” ની રચના કરવામાં આવી છે.

​આ વિશેષ ટીમનું નેતૃત્વ સાયબર ક્રાઇમ બ્રાંચના મહિલા નાયબ પોલીસ કમિશનર (DCP) શ્રી ડૉ. લવીના સિંહા કરી રહ્યા છે.

​ફક્ત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કરશે કામગીરી

​આ સ્ક્વોડની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

​સ્ક્વોડમાં સામેલ મુખ્ય અધિકારીઓ અને ટીમ મેમ્બર્સ:

​પોલીસ ઇન્સ્પેક્ટર: શ્રી ડી.વી. બરવાળીયા (મો. ૭૫૭૩૮૬૯૯૭૪)

​પી.એસ.આઇ.: શ્રી ડી.એન. જાડેજા (મો. ૯૯૭૪૫૮૪૩૪૭)

​ટીમ સભ્યો (વુમન હેડ કોન્સ્ટેબલ / કોન્સ્ટેબલ): ડિમ્પલકુમારી બિહારીલાલ, શરણિકાબા હર્ષદસિંહ, ખુશ્બુબેન ખેમાભાઇ, શિવાંગી મુકુંદરાય, અલ્પાબેન પ્રેમજીભાઇ, ધરતી અરવિંદભાઇ, ભાવના મોતીભાઇ અને સંગીતા પ્રમોદભાઇ.

​સોશિયલ મીડિયા પર રહેશે કડક નજર

​આ સ્ક્વોડ દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓને લગતી પોસ્ટ, કોમેન્ટ, ફોટો, વિડિયો અને અન્ય ઓનલાઇન કન્ટેન્ટ પર સતત અને ઘન નજર રાખવામાં આવશે.

​સોશિયલ મીડિયા પર મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવતી:

​અપમાનજનક કે વાંધાજનક ટિપ્પણીઓ

​અશ્લીલ સામગ્રી કે વિડિયો/ફોટો

​ધમકીભર્યા મેસેજ કે સાયબર શોષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ

​આવી કોઈ પણ બાબત ધ્યાને આવશે તો સંબંધિત વ્યક્તિ સામે વર્તમાન કાયદા મુજબ તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

​ફરિયાદી મહિલાની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રખાશે

​ઘણીવાર મહિલાઓ સંકોચ કે ડરના કારણે સાયબર ગુનાઓ સામે ફરિયાદ નોંધાવતા અચકાતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ફરિયાદ કરનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

​પ્રાપ્ત થતી ફરિયાદો પર અત્યંત સંવેદનશીલતા સાથે તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને પીડિત મહિલાઓને જરૂરી કાનૂની માર્ગદર્શન તેમજ સહાય પૂરી પાડવામાં આવશે.

​મુખ્ય ઉદ્દેશ્ય

​“Real થી Reel દુનિયા સુધી સંપૂર્ણ મહિલા સુરક્ષા”

 

​‘સાયબર રક્ષિકા સ્ક્વોડ’નો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ માટે સલામત ડિજિટલ વાતાવરણ ઊભું કરવાનો, સાયબર શોષણ સામે અસરકારક કાર્યવાહી કરવાનો અને મહિલાઓમાં સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવાનો છે.

Related Posts