સાણંદ:
સાણંદ ટાઉન પોલીસ ટીમ દ્વારા કુંવાર ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડીને ૯ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ તથા મોબાઇલ મળી કુલ રૂ. ૧,૫૪,૦૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી દ્વારા પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સાણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને અક્ષયસિંહને મળેલ બાતમીના આધારે, કુંવાર ગામની સીમમાં ખાખરીયા વિસ્તારમાં આવેલા હર્ષિલ દશરથભાઇ રાઠોડના ખેતરની ઓરડી આગળ લાઇટના અંજવાળામાં તીન પત્તીનો જુગાર રમતા ૯ ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
૧. હર્ષિલ દશરથભાઇ રાઠોડ (રહે. કુંવાર ગામ, વણકર વાસ, સાણંદ)
૨. સુનિલભાઇ અરવિંદભાઇ ચૌહાણ (રહે. કુંવાર ગામ, સરીયા વાસ, સાણંદ)
૩. મુકેશ દશરથભાઇ ચૌહાણ (રહે. કુંવાર ગામ, સરીયા વાસ, સાણંદ)
૪. વાસુદેવભાઇ મહાદેવભાઇ પટેલ (રહે. વિંછીયા ગામ, દરબાર વાસ, સાણંદ)
૫. વિપુલ અરવિંદભાઇ ચૌહાણ (રહે. કુંવાર ગામ, સરીયા વાસ, સાણંદ)
૬. રાકેશભાઇ દશરથભાઇ ચૌહાણ (રહે. કોદાળીયા ગામ, લગદાણીયા વાસ, સાણંદ)
૭. રાજેશ રમેશભાઇ કોળી પટેલ (રહે. વિંછીયા ગામ, સીસીયા વાસ, સાણંદ)
૮. પિયુષભાઇ વિક્રમભાઇ ચૌહાણ (રહે. કુંવાર ગામ, સરીયા વાસ, સાણંદ)
૯. રતીલાલ કરમશીભાઇ ભરવાડ (રહે. બલદાણા ગામ, ભરવાડ વાસ, બાવળા)
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
રોકડ રકમ: રૂ. ૪૪,૦૫૦/-
મોબાઈલ ફોન (નંગ ૫): કિંમત રૂ. ૧,૧૦,૦૦૦/-
ગંજિપાના: ૫૨ નંગ
સાણંદ ટાઉન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.