અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી શાતિર ગેંગનો પર્દાફાશ: LCB ઝોન-૭ એ આરોપીને રોકડા રૂ. ૨૦,૦૦૦ સાથે પકડ્યો

by Bansari Bhavsar

અમદાવાદ:

અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરનાર શાતિર ગુનેગારને એલ.સી.બી. (LCB) ઝોન-૭ ની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ પણ કબજે કરી છે.

​પોલીસનો સ્પેશિયલ એક્શન પ્લાન

અમદાવાદ શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ (ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટ) અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો સત્વરે ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૧) ની સૂચનાથી એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર (ઝોન-૭) શિવમ વર્માના આદેશથી LCB ઝોન-૭ ના પી.એસ.આઈ. એચ.ડી. વાઘેલા અને તેમની ટીમ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગમાં હતી.

​બાતમીના આધારે કાર્યવાહી

પેટ્રોલીંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ, ખેમરાજદાન અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગત ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી કારના કાચ તોડી રોકડ રકમની ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે.

​ઝડપાયેલા આરોપીની વિગતો

​નામ: શૈલેષ ઉર્ફે બબો ધર્મેશભાઈ ચકાભાઈ દંતાણી (ઉંમર વર્ષ: ૨૦)

​રેહઠાણ: કાચા છાપરા, શાહપુર દરવાજા બહાર, મેટ્રો સ્ટેશન નજીક, શાહપુર, અમદાવાદ

​કબજે કરેલ મુદામાલ: રોકડા રૂપિયા ૨૦,૦૦૦/-

​ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલ આરોપી શૈલેષ ઉર્ફે બબો અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે. તેની સામે વાડજ પોલીસ સ્ટેશનમાં પણ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) મુજબ મિલકત સંબંધી ચોરીનો ગુનો નોંધાયેલો છે.

​આ સફળ કામગીરીમાં PSI એચ.ડી. વાઘેલા, HC હિતેન્દ્રસિંહ, HC અજીતસિંહ, HC મહેન્દ્રસિંહ, HC ખેમરાજદાન, PC હાર્દિક અને PC ઇરફાન સહિતની LCB ઝોન-૭ ની ટીમ જોડાઈ હતી.

Related Posts