જેતપુર ઉદ્યોગનગરમાં ગેરકાયદે ખનન પર SOGનો દરોડો: ₹૪૦.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

જેતપુર:

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) શાખા દ્વારા ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ નજીકની ધારમાંથી ગેરકાયદેસર રીતે ‘તાસ’નું ખનન તથા વહન થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

રાજકોટ રેન્જ D.I.G. નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચના મુજબ SOG પી.આઈ. એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળ કાર્યવાહી કરી છે.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:

* એસ્કેવેટર મશીન (GJ 03 PS 0205): કિંમત ₹૩૦,૦૦,૦૦૦/-

* ડમ્પર (GJ 14 AT 7040): કિંમત ₹૧૦,૦૦,૦૦૦/-

* ખનન કરેલ તાસ (અંદાજે ૧૦૦ ટન): કિંમત ₹૫૦,૦૦૦/-

* કુલ જપ્ત મુદ્દામાલ: ₹૪૦,૫૦,૦૦૦/-

પોલીસે કબ્જે કરેલા તમામ વાહનોને એમ.વી. એક્ટ ૨૦૭ મુજબ ડિટેઇન કર્યા છે. વધુ દંડકીય કાર્યવાહી (કંપાઉન્ડિંગ દંડ) માટે રાજકોટ ખાણ અને ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીને અહેવાલ સોંપવામાં આવ્યો છે.

 

Related Posts