અમદાવાદ:
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ કરવા અને જાહેરહિતને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધીક્ષક (SP) ઓમ પ્રકાશ જાટ દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ૯ બિન-હથિયારી (અનાર્મ) પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલીનો કચેરી હુકમ કરવામાં આવ્યો છે.
બદલી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાએ હાજર થઈને કચેરીને જાણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
કોની ક્યાં બદલી થઈ? (બદલીનું સંપૂર્ણ લિસ્ટ):
શ્રી બી.ટી. ગોહિલ: સાણંદ પો.સ્ટે. થી ધંધુકા પો.સ્ટે.
શ્રી જે.એલ. ચૌહાણ: બાવળા પો.સ્ટે. થી સાણંદ પો.સ્ટે.
શ્રી પી.ડી. જાની: કેરળા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. થી માંડલ પો.સ્ટે.
શ્રી કે.એસ. ચાવડા: ધંધુકા પો.સ્ટે. થી કેરળા જી.આઈ.ડી.સી. પો.સ્ટે.
શ્રી એલ.જી. દેસાઈ: માંડલ પો.સ્ટે. થી બાવળા પો.સ્ટે.
શ્રી વી.એમ. ઝાલા: વિરમગામ રૂરલ થી વિઠ્ઠલાપુર પો.સ્ટે.
શ્રી એ.એમ. પટેલ: લીવ રીઝર્વ થી ધોળકા રૂરલ પો.સ્ટે.
શ્રી એસ.એસ. ચૌધરી: વિઠ્ઠલાપુર પો.સ્ટે. થી વિરમગામ રૂરલ
શ્રી એ.એચ. ગોરી: ધોળકા રૂરલ પો.સ્ટે. થી રીડર શાખા
જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલા આ આંતરિક ફેરફારથી ગ્રામ્ય વિસ્તારના પોલીસ તંત્રમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.