અમદાવાદ:
અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સેક્ટર-૨ના અધિક પોલીસ કમિશનર તથા ઝોન-૮ના નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા શહેરમાં ગુનાઓ શોધી કાઢવા, નાસતા-ફરતા આરોપીઓને પકડવા અને ચાઇલ્ડ મિસિંગ અંગે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડ્રાઇવ અંતર્ગત એલ.સી.બી. ઝોન-૮ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પી.આર. સરવૈયાની સૂચનાથી સ્ટાફના માણસો ઝોન-૮ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઇ. હિરેન્દ્રસિંહ અનોપસિંહને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે હાથીજણ લાલગેબી સર્કલ પાસેથી એક વોન્ટેડ આરોપીની અટકાયત કરી છે.
શું હતો સમગ્ર મામલો?
ઝડપાયેલ આરોપી સામે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચારેક મહિના અગાઉ બીબી તળાવ ચાર રસ્તા પાસે અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરિયાદી પર જાહેરમાં જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાનો આરોપ છે. ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઝડપાયેલ આરોપીની વિગત:
નામ: મોહંમદસાહિલ ઉર્ફે ભૈયા મોહંમદહનીફ શેખ (ઉં.વ. ૨૧)
ધંધો: છૂટક મજૂરી
રેહવાસી: બાગે રહેમત સોસાયટી, અલીફનગર, વટવા, અમદાવાદ (હાલ રહે. કસાઈની ચાલી, નૂર મહેલ હોટલની બાજુમાં, મચ્છી માર્કેટ, રખિયાલ, અમદાવાદ)
નોંધાયેલ ગુનો:
આરોપી વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે BNS ની કલમ ૧૦૯(૧), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), અને ૩(૫) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરી PSI પી.આર. સરવૈયા, ASI હિરેન્દ્રસિંહ અનોપસિંહ, HC ભાવસંગ લક્ષ્મણભાઈ, PC ગૌરાંગભાઇ કાનજીભાઇ તથા PC પ્રહલાદભાઈ વિઠ્ઠલભાઈ દ્વારા કરવામાં આવી છે.
આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વટવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.