રાજકોટ: ભક્તિનગર વિસ્તારમાં ગેસ ચોરી અને ગેરકાયદેસર રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું, સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ

by Bansari Bhavsar

​રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની સફળ રેડ.

​ઘર વપરાશના ગેસ બોટલોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરી રહેલા ૭ આરોપીઓની ધરપકડ, જ્યારે ૧૫ વોન્ટેડ જાહેર.

​કુલ રૂ. ૧૧,૫૫,૮૪૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

​રાજકોટ:

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેણાંક મકાનો અને ગોડાઉનોમાં ધમધમતું ગેસ ચોરી અને ગેરકાયદેસર રીફિલિંગનું મોટું નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

​રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગનું કામ ચાલતું હોવાથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે હેતુસર SMC ની અલગ-અલગ ટીમો દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન હદ હેઠળના નહેરુનગર અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

​પકડાયેલ મુદ્દામાલ:

​આ રેડ દરમિયાન પોલીસે મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરો અને સાધનસામગ્રી જપ્ત કરી છે, જેમાં મુખ્યત્વે:

​અલગ-અલગ ગેસ બોટલ નંગ: ૧૧૭ (કિંમત રૂ. ૬,૨૬,૧૦૦/-)

​રીફિલિંગ પાઇપ (નોઝલ) નંગ: ૧૬

​Reliance Gas લખેલા સ્ટીકરના પાના નંગ: ૪૪

​ગેસ બાટલા ઉપર લગાવવાના ঢাকણા નંગ: ૪૮

​ઇલેક્ટ્રિક મોટર નંગ: ૦૧, ઇલેક્ટ્રિક વજન કાંટા નંગ: ૧૨, સાદા વજન કાંટા નંગ: ૦૨

​વાહન નંગ: ૦૩, મોબાઇલ ફોન નંગ: ૦૭ અને રોકડ રકમ રૂ. ૬,૧૭૦/- તથા વાંદરી પાનુ નંગ: ૦૧

​કુલ રૂ. ૧૧,૫૫,૮૪૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

​पकडાયેલ આરોપીઓ (૦૭):

​૧. હરદેવ કાનજી ચાવડા (રહે. નવી ગોપલવંદના, રાજકોટ)

૨. મેરામ કરશન ચાવડા (રહે. નવી ગોપલવંદના, રાજકોટ)

૩. રમેશ ગગુભાઈ ચાવડા (રહે. નવી ગોપલવંદના, રાજકોટ)

૪. રાકેશ મહેશ બિશ્નોઈ (રહે. ચિતબેરા, જોધપુર, રાજસ્થાન)

૫. પુરનાથ ધનશ્યામ કોરી (રહે. શિવશક્તિ ફોર્જિંગ, ઢેબર રોડ, રાજકોટ)

૬. અમિત ধীરૂભાઈ ડાંગર (રહે. નહેરુનગર, રાજકોટ)

૭. આશિષ રમેશભાઈ ગોગરા (રહે. નહેરુનગર, રાજકોટ)

​આ ઉપરાંત, આ કેસમાં સંડોવાયેલા અન્ય ૧૫ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, આવશ્યક ચીજ વસ્તુધારા અધિનિયમ અને એક્સપ્લોઝિવ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts