અમદાવાદના નરોડામાંથી ₹૧.૧૭ કરોડથી વધુનું કોકેઇન ઝડપાયું: રાજસ્થાનનો શખ્સ ધરપકડમાં

સંજયગાંધીનગર સોસાયટી પાસે નરોડા પોલીસનો દરોડો; ₹૧.૧૭ કરોડનું કોકેઇન અને પાસપોર્ટ-કરન્સી સહિત કુલ ₹૧.૧૭ કરોડનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નરની સૂચના મુજબ નરોડા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરતા રૂ. ૧,૧૭,૦૦,૫૦૦/- ની કિંમતનું ૨૩૪.૦૧ ગ્રામ ગેરકાયદેસર કોકેઇન (Cocaine) ઝડપી પાડ્યું છે. પોલીસે નશાકારક પદાર્થ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ₹૧,૧૭,૨૪,૫૧૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીની અટકાયત

નરોડા પોલીસ સ્ટેશનના સિનીયર PI બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ Second PI એસ.એ. કોટડીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ કાળા કલરના થેલામાં નશાકારક પદાર્થ લઇને નાના ચીલોડા તરફથી સંજયગાંધીનગર સોસાયટી પાસે થઈ નાના ચીલોડા ચાર રસ્તા તરફ ચાલતો જવાનો છે.

​બાતમીના આધારે સર્વેલન્સ PSI કે.એસ. કુંપાવત તથા તેમની ટીમે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. સંજયગાંધીનગર સોસાયટી નજીકથી પસાર થતા શંકાસ્પદ ઇસમની અંગઝડતી લેતાં તેની પાસેથી વગર પાસ-પરમીટનો ૨૩૪.૦૧ ગ્રામ કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો.

​પકડાયેલ આરોપીની વિગત:

​ધરપકડ કરાયેલ આરોપી: નરેશ મેઘારામ સૈન (ઉં.વ. ૨૨, રહે. નાઇઓની ઢાણી, માલવાડા, જી. જાલોર, રાજસ્થાન).

​વોન્ટેડ આરોપીઓ:

​રવિ કુમાર (મોબાઇલ નં. ૭૦૪૧૮૦૭૧૬૯) – જેણે આ માલ મંગાવ્યો હતો.

​અજાણ્યો ઇસમ – જેણે ઉદયપુરથી આ નશાકારક પદાર્થ પૂરો પાડ્યો હતો.

​કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:

​ગેરકાયદેસર કોકેઇન: ૨૩૪.૦૧ ગ્રામ (અંદાજિત કિંમત ₹૧,૧૭,૦૦,૫૦૦/-)

​મોબાઇલ ફોન: ૧ આઇફોન ૧૩ સ્માર્ટફોન અને ૧ સેમસંગ એન્ડ્રોઇડ ફોન

​રોકડ રકમ: ભારતીય રોકડ ₹૮,૦૧૦/- તથા નેપાળી કરન્સી (૭ નોટો)

​અન્ય દસ્તાવેજો: ભારતીય પાસપોર્ટ (AE506539), કાળા/ગ્રે કલરની ટ્રેવલિંગ બેગ

​કુલ મુદ્દામાલની કિંમત: ₹૧,૧૭,૨૪,૫૧૦/-

​નરોડા પોલીસે આ મામલે NDPS એક્ટની કલમ ૮(સી), ૨૧(સી) અને ૨૯ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Posts