અમદાવાદ: નરોડા પોલીસે પોર્ટર એપ દ્વારા મોકલાયેલ ૧,૫૪૦ રૂપિયાની કિંમતના ૦.૭૭ ગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

by Bansari Bhavsar

​પોલારિટી/એપ્લિકેશન દ્વારા ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ: નાના ચિલોડા સર્કલ પાસેથી આરોપી ઝડપાયો.

​આરોપી પ્રિયાંગ સંઘવી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

​અમદાવાદ:

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોટી સફળતા મેળવતા પોર્ટર (Porter) એપ્લિકેશન મારફતે મંગાવવામાં આવેલ શંકાસ્પદ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

​ઘટનાની વિગત:

​નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. કોટડીયા અને એન.ડી.પી.એસ. સ્કવોડના પીએસઆઈ કે.એસ. કુંપાવત તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નાના ચિલોડા સર્કલ પાસેથી પોર્ટર એપ્લિકેશન મારફતે ડિલિવરી માટે આવેલા એક પાર્સલમાં શંકાસ્પદ માદક પદાર્થ છે.

​પોલીસે પંચોની હાજરીમાં એફ.એસ.એલ. (FSL) અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરાવતા તે પદાર્થ મેફેડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે કુલ ૦.૭૭ ગ્રામ મેફેડ્રોન, જેની કિંમત રૂ. ૧,૫૪૦/- થાય છે, તે કબજે કર્યું હતું.

​પકડાયેલ આરોપીની વિગત:

​આ પ્રકરણની તપાસ દરમિયાન આ પાર્સલ મંગાવનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે:

​નામ: પ્રિયાંગ સ/ઓ વસંતભાઈ ગેનમલજી સંઘવી (જૈન)

​ઉંમર: ૨૭ વર્ષ

​ધંધો: વેપાર

​હાલ રહેઠાણ: મકાન નંબર બી/૦૩, અરમ પાર્ક ફ્લેટ, મહાવીરનગર, સાબરમતી, અમદાવાદ શહેર.

​મૂળ વતન: ગામ શિરોડી, તા. અને જી. શિરોહી, રાજસ્થાન.

​ગુનાની કાર્યપદ્ધતિ (M.O.):

​પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સનો જથ્થો મોકલનાર શખ્સો અન્ય લોકોના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પોર્ટર એપ્લિકેશનમાં લોગ-ઇન થતા હતા. ત્યારબાદ પોર્ટર એપ દ્વારા અલગ-અલગ ઝિપ બેગમાં ડ્રગ્સનો જથ્થો પેક કરીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતો હતો. વચેટિયાઓ મારફતે આ ડ્રગ્સ ગ્રાહકો સુધી પહોંચાડી તેનું વેચાણ કરાતું હતું.

​નરોડા પોલીસે આ મામલે નરોડા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૫૨૬૦૭૩૩/૨૦૨૬ મુજબ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૨(એ) અને ૨૯ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. કોટડીયા, પો.સબ ઇન્સ્પેક્ટર કે.એસ. કુંપાવત, વી.આਰ. ચૌધરી તથા અન્ય પોલીસ કર્મીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

Related Posts