દેવભૂમિ દ્વારકા: એલ.સી.બી. પોલીસે ટાટા કંપનીના બોરવેલમાંથી થયેલ વાયર ચોરીનો વણશોધાયેલ ગુનો ઉકેલ્યો, ૫ આરોપીઓ ઝડપાયા

by Bansari Bhavsar

​જામ ખંભાળીયા / દ્વારકા

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાની ટીમે મિલકત વિરુદ્ધના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવાની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાટા કંપનીના ઓખામઢી સોલ્ટ વર્ક્સના બોરવેલમાંથી થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. ટીમને મોટી સફળતા મળી છે.

​રૂ. ૭૬,૦૦૦ના વાયરની થઈ હતી ચોરી

દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાટા કંપનીના ઓખામઢી સોલ્ટ વર્ક્સના બોરવેલમાંથી આશરે ૪૦ મીટર પાવર સર્વિસ કેબલ (કિંમત રૂ. ૪,૦૦૦) તથા આશરે ૬૦ કિલોગ્રામ અર્થિંગ કોપર વાયર (કિંમત રૂ. ૭૨,૦૦૦) મળી કૂલ રૂ. ૭૬,૦૦૦ના મત્તાની ચોરી થઈ હતી. આ અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

​જૂની ધ્રેવાડ ગામના પાટીયા પાસેથી ૫ શખ્સો ઝબ્બે

એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એચ. જોષી અને પો.સ.ઇ. શ્રી બી.એમ. દેવમુરારીની રાહબરી હેઠળ પો.સ.ઇ. શ્રી એમ.આર. સવસેટા તેમજ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ASI કુલદીપસિંહ જાડેજા, HC પીઠાભાઇ ગોજીયા અને PC જયપાલસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમી તેમજ ટેકનીકલ અને હ્યુમન સોર્સીસના આધારે જૂની ધ્રેવાડ ગામના પાટીયા પાસેથી ચોરીના વાયર સાથે ૫ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

​ઝડપાયેલા આરોપીઓના નામ:

૧. રાહુલ જાલભા જામુ (ઉ.વ. ૨૩, રહે. મીઠાપુર, ઉદ્યોગનગર, હુસૈની ચોક, તા. દ્વારકા)

૨. અનીલભા હરીયાભા જામ (ઉ.વ. ૨૯, રહે. સુરજકરાડી, માલાળા તળાવ, મહાદેવ મંદિર પાસે, તા. દ્વારકા)

૩. અર્જુનભા ઉર્ફે અજુ આલાભા સુમણીયા (ઉ.વ. ૧૯, રહે. કૃષ્ણનગર, હનુમાન ચોક પાસે, મીઠાપુર, તા. દ્વારકા)

૪. ઓધાભા ઉર્ફે આલાભા કાનાભા માણેક (ઉ.વ. ૩૪, રહે. કૃષ્ણનગર, સુરજકરાડી, વાછરાડાડાના મંદિર પાસે, મીઠાપુર, તા. દ્વારકા)

૫. ભરત અભુભા સુમણીયા (ઉ.વ. ૩૨, રહે. કૃષ્ણનગર, સુરજકરાડી, હનુમાન દાદાના મંદિર પાસે, તા. દ્વારકા)

​કૂલ રૂ. ૧,૭૦,૯૦૦નો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સર્વિસ કેબલ, કોપર વાયર તેમજ ગુનામાં વપરાયેલા વાહનો અને ઓજારો સહિત કૂલ રૂ. ૧,૭૦,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે:

​સર્વિસ કેબલ (૪૦ મીટર) – કિંમત રૂ. ૪,૦૦૦/-

​કોપર વાયર (૬૦ કિલોગ્રામ) – કિંમત રૂ. ૭૮,૦૦૦/-

​લોખંડની તણી (નંગ-૧) અને કટ્ટર (નંગ-૧) – કિંમત રૂ. ૨૦૦/-

​મોટરસાયકલ (નંગ-૨) – કિંમત રૂ. ૪૦,૦૦૦/-

​બજાજ ઓટો રિક્ષા (નંગ-૧) – કિંમત રૂ. ૩૫,૦૦૦/-

​મોબાઇલ ફોન (નંગ-૩) – કિંમત રૂ. ૧૩,૦૦૦/- અને રોકડા રૂ. ૭૦૦/-

​પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે દ્વારકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Posts