અમૃતસરના સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ‘મેડ સંધુ’ હત્યાકેસનો મુખ્ય શૂટર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હસ્તક

by Bansari Bhavsar

​પંજાબના અમૃતસરમાં ગત ૩ ઓક્ટોબરે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અને મેકઅપ આર્ટિસ્ટ ‘મેડ સંધુ’ (મધુકર સંધુ) ની ગોળી મારીને કરવામાં આવેલી સનસનાટીભરી હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. હત્યાકાંડને અંજામ આપીને ફરાર થઈ ગયેલા મુખ્ય શૂટરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

​ઝડપાયેલા આરોપીની ઓળખ પરમિન્દર પ્રસાદ ઉર્ફે પરમિન્દર કાકા તરીકે થઈ છે.

​બાઇકની વ્યવસ્થા અને ફાયરિંગનો મુખ્ય રોલ

​પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પરમિન્દર કાકા ગોલ્ડી ઢીલ્લો ની આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલો છે. તેણે ઈન્ફ્લુઅન્સર મેડ સંધુ પર ફાયરિંગ કરવાની સાથે-સાથે ગુનામાં વપરાયેલી બાઇકની વ્યવસ્થા કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

​આ ઘટના સંદર્ભે અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશન ખાતે FIR નંબર 186/2026 (BNS ની કલમ 103 હેઠળ) ગુનો નોંધાયેલ છે.

​ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાનૂની કાર્યવાહી

​અમૃતસરમાં હત્યા અંજામ આપ્યા બાદ આરોપી અમદાવાદ ભાગી આવ્યો હતો. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપીનો કબજો પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

Related Posts