અમદાવાદ: નવા વાડજ વોર્ડમાં સુભાસ નગર પાસે રોડની આ હાલત 6 મહિનાથી છે : રહીશો

by Bansari Bhavsar

અમદાવાદના નવા વાડજ વોર્ડની ઘટના સામે આવી છે. નવા વાડજ વોર્ડમાં સુભાસ નગરમાં છેલ્લા છ મહિનાથી આ રોડની હાલત આ વિડિઓ ફોટોમાં દર્શાવ્યા મુજબની હોવાનો રહીશોનો દાવો છે. ઘણી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવા છતાં આ પાણીની પાઇપમાંથી પાણી વેડફાતું અને ગંદકી આમ જ દેખાય છે જેનાથી રહીશોને હાલાકીઓ સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશન આટલો બધો સમય થવા છતાં કેમ આંખ આડે કાન કરી રહ્યું છે! જોવા જઈએ તો હાલ મચ્છરોના ઉપદ્રવના કારણે થતા રોગોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આવી રીતના પાણીના બગાડના કારણે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાને કારણે રોગો કરતા મચ્છરોનો ઉપદ્રવ ખુબ વધી શકે છે. આ વાતનું ભાન AMC એટલે કે કોર્પોરેશનને ક્યારે થશે?

Related Posts