અમદાવાદમાં મેડિકલ સ્ટોર્સ પર નશાકારક દવાઓના દુરુપયોગને રોકવા પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

by Bansari Bhavsar

અમદાવાદ શહેર પોલીસે યુવા પેઢીને ડ્રગ્સ જેવા દુષણથી બચાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્યને નશાના દુષણથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી આજે બપોરે 12:00 વાગ્યાથી શહેરના તમામ મેડિકલ સ્ટોર્સ પર (ખાસ કરીને શાળા અને કોલેજ નજીકના) મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ મેડિકલ સ્ટોર્સ પર નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવાનો છે.

પોલીસ ટીમો દ્વારા મેડિકલ સ્ટોર્સ પર જઈને દવાઓનો સ્ટોક અને તેનું રજીસ્ટર ચેક કરવામાં આવ્યું હતું. વેચાણ રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવી છે કે નહીં તે પણ તપાસવામાં આવ્યું હતું. જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે, તો ડીકોય ગોઠવીને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, શાળા/કોલેજો/શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 મીટર વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોર્સ ઉપરાંત તમાકુ વેચતા લારી-ગલ્લા/પાન પાર્લર પણ ચેક કરવામાં આવ્યા હતા. સગીર વયના બાળકોને તમાકુનું વેચાણ કરનાર અથવા તેમની પાસે આવું કૃત્ય કરાવનાર વિરુદ્ધ COTPA એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેર વિસ્તારમાં કુલ 880 મેડિકલ સ્ટોર્સ પર પ્રતિબંધિત કન્ટેન્ટવાળી દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવામાં આવતી નશાકારક દવાઓ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આજની કાર્યવાહીની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

| અ.નં. | વિગત | ગુનાની સંખ્યા | આરોપીની સંખ્યા |

|—|—|—|—|

| 1 | J.J. એક્ટ (Juvenile Justice) | 43 | 50 |

| 2 | COTPA એક્ટ (Cigarettes and Other Tobacco Products) | 178 | આરોપીઓ પાસેથી સ્થળ માંડવાળ વસુલ કરેલ છે. |

| 3 | NDPS એક્ટ (Narcotic Drugs and Psychotropic Substances Act) | 02 | 02 |

| 4 | ઈ-સિગારેટના કેસ | 02 | 02 |

| કુલ કેસ | | 235 | 54 |

Related Posts