ઇસનપુર પોલીસે મંગળસૂત્ર સ્નેચિંગનો અનડિટેક્ટ ગુનો ઉકેલી, આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો

by Bansari Bhavsar

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા એક મંગળસૂત્ર સ્નેચિંગના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલીને, ઇસનપુર પોલીસે આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ કમિશ્નરશ્રી અને ઉચ્ચ અધિકારીઓના મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ગંભીર ગુન્હાઓ અટકાવવાના નિર્દેશોના ભાગરૂપે કરવામાં આવી હતી.

​બનાવ અને પોલીસની કાર્યવાહી

​પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગત તારીખ ૦૮/૧૧/૨૦૨૫ના રોજ સવારે લગભગ ૯:૪૫ વાગ્યાની આસપાસ, ફરિયાદી સંતરાદેવી ટીકમચંદ જૈન (ઉંમર ૬૮, રહે. શાંતીબાગ સોસાયટી, ઇસનપુર) જૈન મંદિર ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, તેમનું સોનાનું મંગળસૂત્ર સ્નેચિંગ થવાની ઘટના બની હતી.

​ઇસનપુર પોલીસે આ ગુનો ઉકેલવા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગુનામાં સંડોવાયેલ આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો.

​પકડાયેલ આરોપી અને મુદ્દામાલ

​પકડાયેલ આરોપીનું નામ આશીફ ઉર્ફે રેહાન ઉર્ફે બંગાલી ઉર્ફ સોનુ શેખ (ઉંમર ૨૪, ધંધો: છુટક મજૂરી, રહે. દાણીલીમડા, અમદાવાદ શહેર) છે.

​પોલીસે તેની પાસેથી સ્નેચિંગ કરેલો નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કર્યો છે:

​એક પારવાળું સોનાનું મંગળસૂત્ર (આશરે કિંમત રૂ. ૨૦,૦૦૦/-)

​ગુનો કરવામાં ઉપયોગમાં લેવાયેલ એક લાલ કલરનું એક્સેસ સ્કૂટર (આર.ટી.ઓ. નંબર GJ-27-CJ-8163) (આશરે કિંમત રૂ. ૪૦,૦૦૦/-)

​આ સફળ કામગીરીથી ઇસનપુર પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જેનાથી શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ આચરતા તત્વોમાં ભયનો માહોલ પેદા થયો છે.

Related Posts