અમદાવાદ: વાડજમાં ઓડના ટેકરા પર ચાલતા જુગારધામ પર LCB નો દરોડો, ૩ શખ્સો ઝડપાયા

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરના આદેશ અનુસાર ગુનાખોરી ડામવા માટે એલ.સી.બી. (LCB) ઝોન-૧ ની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન ટીમ દ્વારા બાતમીના આધારે સફળ કામગીરી કરીને જુગાર રમતા ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

​શું હતી સમગ્ર ઘટના?

​એલ.સી.બી. ઝોન-૧ ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. મયુરધ્વજસિંહ અને ઈન્દ્રજીતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે જૂના વાડજમાં ઓડના ટેકરા પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે ટીમે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ત્રણ જુગારીઓને પકડી પાડ્યા હતા.

​ઝડપાયેલા આરોપીઓના નામ:

​૧. અલ્પેશ ઉર્ફે અલ્પો અમરતભાઈ દંતાણી (ઉં.વ. ૪૦, રહે. ઓડનો ટેકરો, જૂના વાડજ)

૨. લલીતભાઈ કેશવભાઈ પરમાર (ઉં.વ. ૫૬, રહે. એમ.પી.ની ચાલી, જૂના વાડજ)

૩. ભાનુભાઈ દિનેશભાઈ પરમાર (ઉં.વ. ૪૦, રહે. સંત રોહીદાસનગર, ચાંદલોડિયા)

​મુદ્દામાલની વિગત:

​પોલીસે આરોપીઓ પાસેથી ગંજીપાના તથા અંગઝડતીના રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા ૧૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા શખ્સો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​ટીમની પ્રશંસનીય કામગીરી:

  1. ​આ કામગીરીમાં પી.એસ.આઈ. એ.કે. ચાવડા સહિત એ.એસ.આઈ. મયુરધ્વજસિંહ, ઈન્દ્રજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ, ભગવાનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ, નિકુંજકુમાર, કિશોરસિંહ, કમલેશભાઈ, ગંગારામભાઈ અને દેવેન્દ્રકુમાર જોડાયા હતા. એલ.સી.બી. ઝોન-૧ ની આ કામગીરીને પોલીસ બેડામાં બિરદાવવામા આવી છે.

Related Posts