રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહીવટી સરળતા ખાતર મોટા પાયે આંતરિક ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તારીખ ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ આદેશ જારી કરીને ૮ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
બદલી પામેલા PI અધિકારીઓની યાદી:
સુશ્રી આર.જી.પઢીયાર: લીવ રીઝર્વ એટેચ EOW માંથી મહિલા પો.સ્ટે.
સુશ્રી એસ.બી.બુટીયા: મહિલા પો.સ્ટે. માંથી રીડર ટુ CP
શ્રી પી.આર.ડોબરીયા: ડી.સી.બી. એટેચ EOW માંથી સાયબર ક્રાઇમ
શ્રી બી.બી.જાડેજા: સાયબર ક્રાઇમ પો.સ્ટે. માંથી AHTU
શ્રી કે.કે.ગોહિલ: AHTU માંથી ગાંધીગ્રામ-૨ (યુનિ) પો.સ્ટે.
શ્રી સી.એન.દવે: ગાંધીગ્રામ-૨ (યુનિ) પો.સ્ટે. માંથી EOW
સુશ્રી એસ.એમ.સોલંકી: IUCAW માંથી ટ્રાફિક શાખા
શ્રી જે.જે.હળવદીયા: ટ્રાફિક શાખા માંથી એન્ટી રેડીકલાઇઝેશન સેલ
ચાર્જમાંથી મુક્તિ અને વધારાનો ચાર્જ:
બદલીના આદેશોની સાથે જ કેટલીક વધારાની જવાબદારીઓમાં પણ ફેરફાર કરાયા છે:
PI કે.કે.ગોહિલને MOB ના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.
PI એસ.એમ.સોલંકીને રીડર ટુ CP ના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.
PI એ.એલ.વરચંદને એન્ટી રેડીકલાઇઝેશન સેલના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.
અન્ય હુકમ મુજબ, બીજો આદેશ ન થાય ત્યાં સુધી:
IUCAW નો વધારાનો ચાર્જ મહિલા પો.સ્ટે. ના PI ને સોંપાયો છે.
MOB તથા સામાજિક સલામતી સ્ક્વોડ નો વધારાનો ચાર્જ AHTU ના PI ને સોંપવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને બદલી વાળા સ્થળે તાત્કાલિક છુટા થઈ હાજર થવા માટે આદેશ આપ્યો છે.