અમદાવાદના બોડકદેવમાં SMC દરોડા: ₹4 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, 2 ધરપકડ, 3 વોન્ટેડ

by Bansari Bhavsar

અમદાવાદ:

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી જી.એસ. મલિક (IPS) ની કડક સૂચના બાદ SMCની ટીમે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

​સ્ટેટ મોનિટરિંગ સેલના પો.ઇન્સ. શ્રી વાય.જે. રાઠોડની આગેવાની હેઠળની ટીમે બોડકદેવ ગામના દવાલપુરાવાસ ખાતે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) તથા બિયરની આશરે ૨૫ પેટીઓ (કુલ ૫૯૭ બોટલ) જપ્ત કરી છે, જેની કિંમત ₹૪,૦૭,૯૫૮/- થાય છે. આ ઉપરાંત વાહન સહિત કુલ ₹૯,૦૭,૯૫૮/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

​પોલીસ કાર્યવાહી અને નોંધાયેલ ગુનો

આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રોહીબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

​પકડાયેલ આરોપીઓ (૦૨):

​અનિલ બળદેવજી ઠાકોર (રહે. દવાલપુરાવાસ, બોડકદેવ, અમદાવાદ)

​સુરજ હરેશભાઈ ઠાકોર (રહે. નગરાસણ, તા. કડી, જી. મહેસાણા)

​વોન્ટેડ આરોપીઓ (૦૩):

​ધીરજ રામાજી ઠાકોર (રહે. શીલજ ગામ, અમદાવાદ)

​વિશાલજી ઠાકોર (રહે. કડી, જી. મહેસાણા)

​અન્ય એક અજ્ઞાત આરોપી

​SMC દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ તેજ કરવામાં આવી છે.

Related Posts