સાણંદ:
અમદાવાદ ગ્રામ્યના સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમી રહેલા ૧૦ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૨૩,૭૦૦/- ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસનો દરોડો
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તથા સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે સાણંદ GIDC પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આ.પો.કોન્સ. કરણજી લક્ષ્મણજી (બ.નં. ૯૫) અને આ.પો.કોન્સ. ઇન્દ્રજીતસિંહ જીલુભા (બ.નં. ૧૫૪)ને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ઝોલાપુર ગામના ગેપપુરાવાસમાં મહેશભાઇ વાડીલાલભાઇ પટેલના ઘરની બહાર લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા-પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.
રોકડ અને મુદ્દામાલ કબ્જે
પોલીસ ટીમે પંચોને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ૬ જુગારીઓને ઝડપી લીધા હતા. આરોપીઓની અંગ ઝડતીમાંથી રૂ. ૨૨,૫૦૦/- તથા દાવ પરથી રૂ. ૧,૨૦૦/- મળી કુલ રૂ. ૨૩,૭૦૦/- ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
આ અંગે સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો (ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૩૨૬૦૩૬૧/૨૦૨૬) નોંધવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓની યાદી:
૧. પ્રવિણભાઇ મનુભાઇ પટેલ
૨. રાકેશભાઇ ગણપતભાઇ પટેલ
૩. મેહુલભાઇ પ્રહલાદભાઇ પટેલ
૪. રજનીકાંત રાજુભાઇ પટેલ
૫. અજય યોગેશભાઇ પટેલ
૬. મહેશ વાડીલાલભાઇ પટેલ
૭. રાહુલ પ્રહલાદભાઇ પટેલ
૮. શૈલેષ ધનજીભાઇ પટેલ
૯. કેતનભાઇ કાંતીભાઇ પટેલ
૧૦. મુકેશભાઇ ધરમશીભાઈ પટેલ
(તમામ રહે. ઝોલાપુર ગામ, તા. સાણંદ, જી. અમદાવાદ)