અમદાવાદ:
નરોડા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ આચરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રોહિબિશનના ગુનાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે આરોપીઓ સામે ‘પાસા’ (PASA – Prevention of Anti-Social Activities Act) હેઠળ કાર્યવાહી કરી બંનેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
કૈલાશ જીવણરામ લામારોડ (ચૌધરી)
ઉંમર: 34 વર્ષ
રેવાસી: લામારોડો કા મહોલ્લા, ગામ-નાડસર, તા. ગોપાલગઢ, જી. જોધપુર, રાજસ્થાન
સુનીલ મદનલાલ સોઊ (જાટ)
ઉંમર: 22 વર્ષ
રેવાસી: હીરાડેસર, તા. ગોપાલગઢ, જી. જોધપુર, રાજસ્થાન
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. નરોડા પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચીમકી આપી છે.