અમદાવાદ:
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર નાકેબંધી કરવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેંન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCB પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી.
પેટ્રોલીંગ દરમિયાન ASI જયદિપસિંહ વાઘેલા અને HC ઇસ્માઇલબેગ મિરઝાને ચોક્કસ અને આધારભૂત બાતમી મળી હતી. બાતમીના આધારે નળસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે-કુમારખાણ ગામથી શાહપુર ગામ તરફ જવાના રોડ પર આવેલ ‘જય ખોડીયાર હોટેલ’ના કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (નંબર: GJ-08-CC-0891) માંથી ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ શોધી કાઢ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ૪ આરોપીઓની ધરપકડ કરી કુલ ₹૧૦,૦૨,૯૩૩/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલ આરોપીઓની વિગત:
૧. અશોકકુમાર નારાયણ બિશ્નોઇ (રહે. ગીરધોરા, તા. ચીતલવાના, જી. ઝાલોર, રાજસ્થાન)
૨. શ્રવણકુમાર હનુમાનરામ બિશ્નોઈ (રહે. બિશ્નોઈ કા પાડા, ભાલીસર, તા. ધોરીમન્ના, જી. બાડમેર, રાજસ્થાન)
૩. ભીખારામ આશુરામ બિશ્નોઇ (રહે. વીરાવા, તા. ચિતલવાના, જી. ઝાલોર, રાજસ્થાન)
૪. કરશનલાલ મોહનલાલ બિશ્નોઈ (રહે. નયાનગર, તા. ગુડામાલાણી, જી. બાડમેર, રાજસ્થાન)
કબજે કરાયેલ મુદ્દામાલ:
વિદેશી દારૂ તથા બીયર: વિદેશી દારૂની બોટલો (૧,૯૬૧ નંગ) તથા બીયર ટીન (૧૨૦ નંગ) – કિંમત ₹૨,૮૨,૯૩૩/-
વાહન: હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (GJ-08-CC-0891) – કિંમત ₹૭,૦૦,૦૦૦/-
મોબાઈલ ફોન: ૪ નંગ – કિંમત ₹૨૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ: ₹૧૦,૦૨,૯૩૩/-
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરી LCB PI આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ PSI આર.બી. રાઠોડ, ASI જયદીપસિંહ વાઘેલા, ASI રાજુજી ઠાકોર, ASI કપીલદેવસિંહ વાઘેલા, HC કુલદીપસિંહ ઝાલા, HC ઇસ્માઈલબેગ મિરઝા, HC અનુપસિંહ સોલંકી, HC હિમાંશુભાઈ પરમાર, HC છત્રસિંહ સોલંકી, HC કુલદિપસિંહ ચૌહાણ અને PC ચમનભાઈ જાદવ દ્વારા કરવામાં આવી છે.