જામનગરમાં ‘ઘરનો ભેદુ’ જ લંકા ઢાળી ગયો: રૂ. ૮૦ લાખની ચોરી કરનાર સ્ટોર મેનેજરની હાઈકોર્ટે ‘હવા કાઢી નાખી’!

૮૦ લાખનો ચૂનો લગાવનાર સ્ટોર મેનેજરને હાઈકોર્ટનો ઝટકો: FIR રદ કરવાની અરજી પાછી ખેંચવી પડી!

by Bansari Bhavsar

​અમદાવાદ / જામનગર:

વિશ્વાસઘાત અને ચોરીના કિસ્સામાં કાયદાકીય છટકબારીઓ શોધી રહેલા આરોપીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જામનગરની સુપ્રસિદ્ધ ઈન્ડસ્ટ્રિયલ કંપની ‘અરજણ પ્રીશીઝન મેટલ પ્રા. લી.’માં થયેલી અંદાજે રૂ. ૭૦ થી ૮૦ લાખના માલસામાનની હાઈ-પ્રોફાઈલ ચોરીના કેસમાં મુખ્ય આરોપી અને સ્ટોર મેનેજરે પોતાની સામેની FIR રદ કરવા કરેલી ‘ક્વોશિંગ પિટિશન’ હાઈકોર્ટમાં નાકામ નીવડી છે. અદાલતે કેસમાં રજૂ થયેલા નક્કર પુરાવાઓ ધ્યાને લઈ અરજી ફગાવી દે સંકેત આપતા આખરે આરોપીએ પોતાની પીટીશન વિથ-ડ્રો (પરત) કરવી પડી છે.

​સીસીટીવીથી થયો પર્દાફાશ: ‘ઘરનો જ ભેદુ લંકા ઢાએ’

​મશીન કોમ્પોનેન્ટસ ઉત્પાદિત કરતી આ કંપનીમાં વાર્ષિક સ્ટોક ઓડિટ (મેળવણી) દરમિયાન વિશાળ માત્રામાં સામગ્રી ઓછી હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે:

​ચોરી થયેલ સામાન: બ્રાસ, કોપર, સ્ટીલ, ચાંદી પ્લેટીંગની કિંમતી કટોરો, ટૂલ્સ અને કિંમતી ભંગાર.

​ચોરીની પદ્ધતિ: છેલ્લા એક વર્ષથી કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે જવાબદારી સંભાળતો દિવ્યેશગીરી સુરજગર ગોસ્વામી અન્ય બે સાગરીતો સાથે મળીને અનધિકૃત રીતે રાતોરાત માલસામાન બહાર પહોંચાડતો હતો.

​નક્કર પુરાવા: કંપનીના સીસીટીવી કેમેરાની ચકાસણીમાં સમગ્ર કૌભાંડ અને માલની અનધિકૃત હેરાફેરી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

​આ સમગ્ર મામલે કંપનીના ડાયરેક્ટર દિલીપભાઇ ટેકચંદભાઈ ચંદનાણીએ તાત્કાલિક પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

​હાઈકોર્ટનું કડક વલણ: અરજી કેમ પાછી ખેંચવી પડી?

​પોલીસ ધરપકડ અને કાનૂની શિખંજાથી બચવા માટે આરોપી સ્ટોર મેનેજરે ગુજરાત હાઈકોર્ટમાં કલમ ૪૮૨ હેઠળ પોતાની સામેની FIR રદ (Quash) કરવા અરજી કરી હતી.

​જોકે, સુનાવણી દરમિયાન:

​તપાસ અધિકારીનો અહેવાલ: તપાસ અધિકારીએ રજૂ કરેલો રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનો આરોપીની સંડોવણી સ્પષ્ટ કરતા હતા.

​પ્રાથમિક પુરાવાની ગંભીરતા: કંપની દ્વારા રજૂ કરાયેલા સીસીટીવી ફૂટેજ અને સ્ટોક ઓડિટના કાગળો જોઈ અદાલતે આ બાબતને ગંભીર આર્થિક ગુનો ગણાવી હતી.

​અદાલતનો સ્પષ્ટ આદેશ: હાઈકોર્ટે એવો સંકેત આપ્યો કે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો બનતો હોવાથી FIR રદ કરી શકાય નહીં, જેથી આરોપીના વકીલે નાછૂટકે અરજી વિથ-ડ્રો કરી લીધી હતી.

​ધારાસભ્યો અને ધારાશાસ્ત્રીઓની દલીલો

​આ કેસમાં મૂળ ફરિયાદી કંપની ‘અરજણ પ્રીશીઝન મેટલ પ્રા. લી.’ પક્ષે કાનૂની મોરચો મજબૂત રાખવામાં આવ્યો હતો. ફરિયાદી વતી જામનગરના સિનિયર ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નિરલ વી. ઝાલા અને જીતેન્દ્ર ડી. પટેલ હાજર રહ્યા હતા અને અદાલત સમક્ષ આકરી રજૂઆતો કરી હતી.

​હાઈકોર્ટના આ નિર્ણયથી ઔદ્યોગિક ક્ષેત્રે પોતાના જ કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતી આવી આંતરિક ચોરીઓ સામે લાલ આંખ થઈ છે અને પોલીસ તપાસનો માર્ગ વધુ મોકળો બન્યો છે.

Related Posts