અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જરને ઓટોરિક્ષામાં બેસાડી નજરચૂકવી રૂ. ૫૦,૦૦૦ રોકડાની ચોરી કરનારી ત્રિપુટીને કાગડાપીઠ પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની તમામ રોકડ રકમ તેમજ ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા સહિત કુલ રૂ. ૧,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઘટના અને પોલીસ કામગીરી:
મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી આપેલી સૂચના આધારે કાગડાપીઠ પોલીસ ઇન્સપેક્ટર એસ.એ. ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર એસ.એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. જે.આર. બલાત અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન પો.કો. પ્રકાશભાઇ લવજીભાઇ, પો.કો. અજીતભાઇ દિપાભાઇ અને પો.કો. મનિષકુમાર કાનજીભાઇને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મુસાફરોને રિક્ષામાં બેસાડી આઘાપાછા થવાનું કહી નજરચૂકવી ચોરી કરતી આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ અને સરનામા:
૧. અફઝલ કાલુભાઇ ખોખર (ઉં.વ. ૩૭) – રહે. મ.નં. એએ/૭, સુપર પાર્ક, ઇસુબ મસ્જિદની પાછળ, સમા સ્કૂલ પાસે, ફતેવાડી, વેજલપુર, અમદાવાદ.
૨. સાહીલ ચાંદમોહંમદ શેખ (ઉં.વ. ૨૪) – રહે. બકુખાનના મકાનમાં ભાડેથી, નોમાન પાર્ક ગેટ નં. ૩, ફતેવાડી, અમદાવાદ.
૩. નવેદ ઇમરાનભાઇ મદાર (ઉં.વ. ૨૩) – રહે. મ.નં. ૨૦૪, ક્લાસિક એપાર્ટમેન્ટ, રોયલ અકબર ટાવર સામે, જુહાપુરા રોડ, જુહાપુરા, અમદાવાદ.
ગુનાની મોડસ ઓપરેન્ડી (M.O.):
આરોપીઓ પોતાની ઓટોરિક્ષા લઈને નીકળતા અને રસ્તામાંથી પેસેન્જરને ભાડે બેસાડતા હતા. ત્યારબાદ રિક્ષામાં પેસેન્જરને “સરખા બેસો” કે “આઘાપાછા થાઓ” તેમ કહીને તેમનું ધ્યાન ભટકાવતા અને નજરચૂકવીને પેસેન્જરના ખિસ્સા કે બેગમાંથી રોકડ રકમ સેરવી લેતા હતા.
કબ્જે કરેલ મુદ્દામાલ:
રોકડ રકમ: રૂ. ૫૦,૦૦૦/- (સંપૂર્ણ ચોરી થયેલ રકમ)
ઓટોરિક્ષા: નં. GJ-38-WA-1415 (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/-)
કુલ મુદ્દામાલ: રૂ. ૧,૫૦,૦૦૦/-
કાગડાપીઠ પોલીસે આ અંગે ગુના રજિસ્ટર નંબર ૧૧૧૯૧૦૨૫૨૬૦૮૧૩/૨૦૨૬ BNS કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.