ચાલુ કારનો દરવાજો ખોલી PI એ સ્ટિયરિંગ પર કાબૂ મેળવ્યો: વિરમગામ પોલીસનો જાનના જોખમે સોનાની લૂંટ કરનાર ગેંગ પર ફિલ્મી દરોડો

by Bansari Bhavsar

વિરમગામ:

નડિયાદ રેલવે સ્ટેશનેથી ₹3.76 કરોડથી વધુ કિંમતનું સોનું લૂંટીને ભાગી રહેલા રીઢા ગુનેગારોને પકડવા માટે વિરમગામ ટાઉન પોલીસે દર્શાવેલી શૌર્યતા અને સતર્કતાને કારણે મોટો ગુનો ઉકેલાયો છે.

​સાવન ચૌધરી નામના આરોપીની ધરપકડ બાદ માહિતી મળી હતી કે બાકીના ત્રણ આરોપીઓ લૂંટાયેલા સોના સાથે ટિયાગો કારમાં પંચમુખી સર્કલથી નિલકી ગામ થઈ બહુચરાજી તરફ પૂર્ણ ઝડપે ભાગી રહ્યા છે. વિરમગામ ટાઉન PI એસ.એ. ગઢવી અને અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે કારનો પીછો કર્યો હતો.

​બહુચરાજી રોડ પર આરોપીઓએ ભાગવા માટે કારની ઝડપ અત્યંત વધારી દીધી હતી. આ અત્યંત જોખમી પરિસ્થિતિમાં PI એસ.એ. ગઢવીએ પોતાની ચાલાકી અને સાહસનો પરિચય આપતાં ચાલુ કારનો દરવાજો ખોલી દીધો હતો અને કારના ચાલકને પકડીને સ્ટિયરિંગ પર કાબૂ મેળવી ગાડી અટકાવી દીધી હતી. ત્યારબાદ પાછળથી આવી પહોંચેલી LCB અને પોલીસની સંયુક્ત ટીમે ત્રણેય આરોપીઓને ઘેરીને ઝડપી લીધા હતા. PI એસ.એ. ગઢવી અને તેમની ટીમની આ બહાદુરીભરી કામગીરીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

Related Posts