અમદાવાદ: વાડજમાં ટ્રસ્ટની ઓફિસમાં ઘરફોડ ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે પકડાયો, વાડજ પોલીસે ઉકેલ્યો વણઉકેલાયેલો ગુનો

by Bansari Bhavsar

અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઘરફોડ ચોરીના ગુનાનો ઉકેલ લાવી એક આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

​શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ઈન્કમ ટેક્સ વિસ્તારમાં આવેલી એક ટ્રસ્ટની ઓફિસમાં ચોર પ્રવેશ્યો હતો. તેણે ઓફિસના બાથરૂમમાંથી રૂ. ૩,૫૦૦ની કિંમતના કૂલ ૭ નળની ચોરી કરી હતી. આ ઉપરાંત, ચોરે વોશબેસિન તોડી નાખ્યું હતું અને પાણી લીકેજ થવાના કારણે ઓફિસની અન્ય ચીજવસ્તુઓ પલળી જતાં કૂલ રૂ. ૪,૪૪,૦૦૦/- નું મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

​પોલીસ કાર્યવાહી અને સફળતા:

વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ. પી. ગરાસીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ. વી. ગોહિલ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને મળેલી સંયુક્ત બાતમીના આધારે ચોરી કરનાર ઇસમની અટકાયત કરવામાં આવી હતી. તેની પાસેથી ચોરી કરેલા પાણીના નળ કબ્જે કરવામાં આવ્યા છે.

​પોલીસે વાડજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર. નં. ૧૧૧૯૧૦૨૩૨૬૦૦૫૮/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪) તથા ૩૨૪(૫) મુજબ નોંધાયેલા અનડીટેક્ટ ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે.

​ઝડપાયેલ આરોપીની વિગત:

​નામ: વિક્રમ ઉર્ફે પપ્પુ રમેશભાઇ દંતાણી (ઉં.વ. આશરે ૨૦)

​ધંધો: મજૂરી

​સરનામું: ઈન્કમટેક્ષ બ્રિજ નીચે, ફુટપાથ ઉપર, ગુજરાત વિદ્યાપીઠ સામે, જૂના વાડજ, અમદાવાદ

​ચોરી થયેલ તથા રિકવર કરાયેલ મુદ્દામાલ:

​બાથરૂમના કૂલ ૦૭ નળ (કિંમત રૂ. ૩,૫૦૦/-)

​કામગીરી કરનાર પોલીસ ટીમ:

આ કામગીરીમાં પી.એસ.આઈ. એચ. વી. ગોહિલ, અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ, અ.પો.કો. બળવંતભાઈ રમેશભાઈ, વિપલકુમાર બળદેવભાઈ, પ્રવિણભાઈ ભોપાભાઈ, વિશ્વરાજસિંહ ઉમેદસિંહ, રણજીતસિંહ માનસિંહ, અ.લો.ર. દિપકુમાર રમેશભાઈ તથા રાયટર અ.પો.કો શૈલેષકુમાર લીલાજી જોડાયા હતા.

Related Posts