અમદાવાદ SOGની મોટી રેડ: મણિનગર અને કાલુપુરમાંથી ₹૮.૬૨ લાખની ડુપ્લીકેટ ‘ગોલ્ડ ફ્લેક’ સિગારેટ જપ્ત!

by Bansari Bhavsar

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી (ક્રાઇમ બ્રાન્ચ) તથા નાયબ પોલીસ કમિશનરશ્રી (S.O.G. ક્રાઇમ બ્રાન્ચ) રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

​આ માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનરશ્રી એસ.એસ. નિનામા અને પો.ઇન્સ.શ્રી એ.બી. ભટ્ટની સૂચના મુજબ અમદાવાદમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ડુપ્લીકેટ સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

​બિલ વગરનો રૂ. 8,62,500 નો મુદ્દામાલ જપ્ત

​ઇન્ડિયન ટોબેકો કંપની (ITC) લીમીટેડના ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિ દર્શક નીતિનભાઇ પારેખ પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કંપનીના માણસોને સાથે રાખી મણિનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો:

​મણિનગર સીંધી માર્કેટ: દુકાન નં. એ/૨૩ માં આવેલ મહેશ સેલ્સ એજન્સી.

​કાલુપુર પાન માર્કેટ: ઓક્ટ્રોય નાકા બિલ્ડિંગ, દુકાન નં.૧૪ માં આવેલ દેવ ટ્રેડર્સ.

​આ બંને સ્થળોએ તપાસ કરતા કોઈ પણ આધાર-પુરાવા કે બિલ વગરની ડુપ્લીકેટ ગોલ્ડ ફ્લેક સિગારેટના કુલ ૬૯૦૦ ખુલ્લા પેકેટ મળી આવ્યા હતા, જેની આંકડાકીય કિંમત ₹૮,૬૨,૫૦૦/- થાય છે.

​આરોપીની અટકાયત અને કાનૂની કાર્યવાહી

​પોલીસે આ મામલે મણિનગર પૂર્વ સ્થિત કેવલાની ભવન સામે રહેતા ૬૬ વર્ષીય વેપારી સોભરાજ જેઠાનંદ કેવલાની ની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​આરોપી સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં કોપી રાઇટ એક્ટ ૧૯૫૭ની કલમ ૫૧ અને ૬૩ હેઠળ ગુનો (ગુ.ર.નં.-૧૧૧૯૧૦૧૧૨૬૦૩૨૨/૨૦૨૬) નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

​કામગીરી કરનાર પોલીસ ટીમ

​આ સફળ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એ.બી. ભટ્ટ (રેડીંગ અધિકારી) સાથે હે.કો. સિદ્દિકખાન ઇન્તીજાબખાન, પો.કો. અજીતસિંહ ગોવિંદસિંહ, પો.કો. કુલદિપસિંહ જોરાવરસિંહ, પો.કો. મહમદમુબીનખાન સલ્લાઉદિનખાન, પો.કો. કેતનકુમાર રાજેન્દ્રકુમાર, પો.કો. મયુદ્દિન મકબુલમીયાં, હે.કો. વિજયસિંહ ભુપતસિંહ તથા પો.કો. તુષારભાઇ સેંધાભાઇ સામેલ રહ્યા હતા.

Related Posts