અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી કુખ્યાત ગેંગ ઝડપાઈ: ૨.૮૦ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાત્રિના સમયે જાહેરમાં પાર્ક કરેલા ટ્રકોને નિશાન બનાવી ડીઝલ ચોરી કરતી એક સક્રિય ગેંગને રામોલ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ૨૧૦ લીટર ચોરીનું ડીઝલ અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ રૂપિયા ૨,૮૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​બાતમીના આધારે સીટીએમ ચાર રસ્તા પાસેથી ઝડપાયા આરોપીઓ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ રામોલ પોલીસ સ્ટેશનની સર્વે સ્કોર્ડની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ સંયુક્ત બાતમીના આધારે રામોલ સીટીએમ ચાર રસ્તા પાસેથી પંચોની હાજરીમાં વોચ ગોઠવીને બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

​ઝેડપાયેલા આરોપીઓની વિગત નીચે મુજબ છે:

​રવિભાઈ બાબુભાઈ ચુનારા (ઉં.વ. ૩૦, રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના, નારોલ, અમદાવાદ)

​વિમલ ઉર્ફે ગોડજે લાલજીભાઈ સચાણીયા (ઉં.વ. ૨૦, રહે. શ્રીરામ ફ્લેટની સામે, કોયલી તલાવડી, નારોલ, અમદાવાદ)

​કુલ્લે રૂ. ૨,૮૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:

​૨૧૦ લીટર ડીઝલ ભરેલા કુલ ૬ કેરબા (કિંમત રૂ. ૨૦,૫૦૦/-)

​ગુનામાં વપરાયેલ સ્વિફ્ટ કાર (કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/-)

​મોબાઇલ ફોન નંગ-૧ (કિંમત રૂ. ૨૫,૧૦૦/- આસપાસ)

​કુલ કિંમત: રૂ. ૨,૮૦,૬૦૦/-

​અન્ય સાગરીતો અને રીતરસતનો ખુલાસો

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ તેમના અન્ય વોન્ટેડ સાગરીતો (૧) કલ્પેશ ઉર્ફે કલ્પો રાઠોડ અને (૨) રાજુ ઉર્ફે બાવલો મનોજભાઈ ગાંગડીયા (બંને રહે. નારોલ, અમદાવાદ) સાથે મળીને રાત્રે પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતા હતા. આ ચોરી કરેલું ડીઝલ તેઓ ગાંધીનગરના કરોલી ગામની જાગૃતિબેન અશોકભાઈ પટેલ નામના શખ્સને સસ્તા ભાવે વેચાણ કરતા હતા. હાલમાં પકડાયેલું ડીઝલ દ્વારકેશ ફાર્મ પાસેથી એક ટ્રકમાંથી ચોરી કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે.

​અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો

રામોલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રામોલ અને ઓઢવ પોલીસ સ્ટેશનના નીચે મુજબના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢ્યા છે:

​રામોલ પોલીસ સ્ટેશન: BNS કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ

​ઓઢવ પોલીસ સ્ટેશન: BNS કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ

​આ સફળ કામગીરી કરનાર રામોલ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્પેક્ટર આર.બી. રબારી તથા તેમની સ્ટાફની ટીમની સરાહનીય કામગીરી રહી છે.

Related Posts