અમદાવાદ: ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫
ગુજરાતની ફેશન દુનિયામાં એક નવો અધ્યાય શરૂ થયો છે. રાજ્યમાં સૌપ્રથમવાર ‘પ્લસ સાઇઝ મેગા ફેશન શો’ નું આયોજન થવા જઈ રહ્યું છે, જેનું લોન્ચિંગ તાજેતરમાં અમદાવાદ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.
ફેશન અને ઇમેજ બિલ્ડિંગના જાણીતા એક્સપર્ટ નિકિતાના ‘સ્ટાઇલ ઇમેજ સ્ટુડિયો’ દ્વારા આ ખાસ પહેલ કરવામાં આવી છે. આ શોનો મુખ્ય હેતુ એ છે કે વધુ વજન ધરાવતી મહિલાઓ પણ આત્મવિશ્વાસ સાથે ફેશન જગતમાં આગળ આવી શકે અને સામાજિક ધોરણે વધુમાં વધુ સક્રિય બને.
આજના સમયમાં જ્યારે સુંદરતાના માપદંડો નક્કી હોય છે, ત્યારે આ મેગા ફેશન શો ‘પ્લસ સાઇઝ’ મહિલાઓને તેમનો આત્મવિશ્વાસ વધારવા અને પોતાની જાતને સ્વીકારવા માટેનું એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પ્રકારના આયોજનથી સમાજમાં ફેશન પ્રત્યેની વિચારસરણીમાં બદલાવ આવે તેવી અપેક્ષા છે.
આ મેગા ઇવેન્ટનું લોન્ચિંગ ગત ૧૪ ઓક્ટોબરના રોજ અમદાવાદમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં શહેરના અનેક જાણીતા કલાકારો, ફેશન આઇકન, સામાજિક કાર્યકરો અને સોશિયલ મીડિયા ક્રિએટર્સ હાજર રહ્યા હતા. કાર્યક્રમને હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના કલ્ચરલ સેલના અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞા તિવારીનો પણ સહયોગ મળ્યો હતો.
આ વર્ષના અંતમાં આ ફેશન શોનું મેગા આયોજન થાય તેવી શક્યતા છે. શોમાં ભાગ લેવા માટેના રજીસ્ટ્રેશન અને અન્ય વિગતો માટે રસ ધરાવતા લોકો સ્ટાઇલ ઇમેજ સ્ટુડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી વધુ માહિતી મેળવી શકશે.