અમદાવાદ:
અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી બનતા ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા-ફરતા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તેમજ સંલગ્ન અધિકારીઓ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. ઝોન-૫ ની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
બાતમીના આધારે સફળ દરોડો
એલ.સી.બી. ઝોન-૫ ના પી.એસ.આઈ. કે.કે. જાડેજા તથા તેમની ટીમના પોલીસ કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે, રામોલ વિસ્તારમાં આવેલ ન્યુ મણીનગરના ‘સદ્ગુરુ સાંનિધ્ય ફ્લેટ’ ખાતે રહેતા કૃષિ મનોજભાઈ પટેલ (ઉં.વ. ૨૧) ને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ પાસેથી ઘરફોડ ચોરીના મુદ્દામાલમાંથી ₹ 4,70,000/- ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
નોંધાયેલ ગુનો અને કાયદાકીય કાર્યવાહી
પકડાયેલ આરોપી વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11191024261274/2026, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫(A), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબનો ગુનો નોંધીને વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ ઓપરેશન પાર પાડવામાં એલ.સી.બી. ઝોન-૫ નાયબ પોલીસ કમિશનર તથા પી.એસ.આઈ. શ્રી કે.કે. જાડેજા અને તેમની સાથે જોડાયેલ પોલીસ કર્મચારીઓની ટીમ (જેમાં હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સામેલ છે) દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.