અમદાવાદ ગ્રામ્ય SOGનો સપાટો: શીલજ સર્કલ પાસેથી ₹8.57 લાખના ‘હાઇબ્રીડ ગાંજા’ સાથે બે શખ્સો ઝડપાયા

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે ઓપરેશન પાર પાડી શીલજ વિસ્તારમાંથી બે શખ્સોને લાખોની કિંમતના પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે.

​ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી

​અમદાવાદ રેન્જ આઈ.જી. શ્રી રાઘવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટની સૂચના હેઠળ SOG પી.આઈ. શ્રી એસ.એન. રામાણીના માર્ગદર્શનમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન એ.એસ.આઈ. મનુભાઇ અને કોન્સ્ટેબલ હાર્દિકભાઈ તથા હર્ષદભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખ્સો જ્યુપિટર સ્કૂટર પર હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લઈને શીલજ સર્કલથી ગામ તરફ વેચાણ કરવા નીકળવાના છે.

​FSL તપાસમાં નશો હોવાની પુષ્ટિ

​બાતમીવાળા સ્થળે વોચ ગોઠવતા બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી કાળા-ભૂખરા રંગનો ૨૪૫ ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પર હાજર FSL અધિકારી જે.એસ. નિર્મલ દ્વારા ચકાસણી કરવામાં આવતા આ જથ્થો NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સાબિત થયું હતું. આ જથ્થાની બજાર કિંમત આશરે ₹૮,૫૭,૫૦૦/- આંકવામાં આવી છે.

​ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ

​પોલીસે આ મામલે નીચે મુજબના બે શખ્સોની ધરપકડ કરી છે:

​યશ કનૈયાલાલ ચૌહાણ (ઉ.વ. ૨૭): રહે. તુલશી શ્યામ ફ્લેટ, નવા વાડજ, અમદાવાદ.

​નીરજ પ્રવિણભાઇ પટેલ (ઉ.વ. ૪૨): રહે. ધ સ્પયર ફ્લેટ, ભાડજ સર્કલ પાસે, અમદાવાદ.

​કુલ ₹૯,૦૮,૩૬૦/- નો મુદ્દામાલ જપ્ત:

​હાઇબ્રીડ ગાંજો (245 ગ્રામ): ₹8,57,500/-

​જુપીટર સ્કૂટર (GJ-01-XJ-9222): ₹20,000/-

​મોબાઇલ ફોન (નંગ-2): ₹20,000/-

​રોકડ રકમ: ₹10,760/-

​અન્ય સાધન સામગ્રી.

​પોલીસ કાર્યવાહી

​આરોપીઓ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)૨(એ), ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં SOG પી.આઈ. એસ.એન. રામાણી, પી.એસ.આઈ. આઈ.કે. શેખ અને તેમની ટીમ જોડાઈ હતી.

Related Posts