વિવેકાનંદનગર સીમમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો: અમદાવાદ ગ્રામ્ય LCBની કાર્યવાહી

by Bansari Bhavsar

અમેદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર નાથવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. (LCB) ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૩.૨૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી છે.

​રૂ. ૩.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત

​એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દેસાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક હ્યુન્ડાઈ આઈ-૨૦ ગાડીમાં દેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે વિવેકાનંદનગર પો.સ્ટે. વિસ્તારના મોજે ગેરતનગરની સીમ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે રાજકોટ એક્ઝીટ પાસે રોડ પરથી ગાડીને આંતરીને તપાસ કરવામાં આવી હતી.

​પોલીસ તપાસ દરમિયાન ગાડીમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:

​દેશી દારૂ: ૬૦૦ લીટર (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦/-)

​મોબાઈલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-)

​હ્યુન્ડાઈ આઈ-૨૦ ગાડી (GJ06FQ8813): ૧ (કિંમત રૂ. ૨,૦૦૦,૦૦૦/-)

​કુલ મુદ્દામાલ: રૂ. ૩,૨૫,૦૦૦/-

​ઝડપાયેલ આરોપીની વિગત

​નગીનભાઈ ઉર્ફે જીતુ ભલાભાઈ તળપદા (રહે. ચલાલી ગામ, શક્તિનગર, તા. નડીયાદ, જી. ખેડા)

​કામગીરી કરનાર પોલીસ ટીમ

​આ સફળ કામગીરી એલ.સી.બી. અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઈન્સપેક્ટરશ્રી આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ટીમમાં પો.સબ.ઈન્સ શ્રી વી.એ. હરકટ, એ.એસ.આઈ. ભરતસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ચાવડા, હરપાલસિંહ નકુમ, શૈલેષભાઈ દેસાઈ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટભાઈ મીર તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલ જોડાયા હતા.

Related Posts