વિરમગામ રૂરલ પોલીસનો દરોડો: બોલેરો પિકઅપમાંથી ₹૧૭.૦૭ લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

by Bansari Bhavsar

​વિરમગામ (અમદાવાદ):

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે સફળતા મેળવી છે. અમદાવાદ રેન્જ આઈજી શ્રી રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી તપન ડોડીયાની સૂચનાથી વિરમગામ રૂરલ પોલીસે હંસલપુર તિરંગા સર્કલ નજીકથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

​ગેરકાયદે દારૂનો જથ્થો તિરંગા સર્કલ પાસે પકડાયો

​મળતી માહિતી મુજબ, વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એસ.એસ. ચૌધરી અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પો.કો. દિલજીતસિંહ અરજણભાઈ (બ.નં. ૧૪૧)ને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આવતી મહિન્દ્રા બોલેરો પિકઅપ ડાલુ (નં. RJ20GC1439)માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે.

​બાતમીના આધારે પોલીસે મોજે હંસલપુર તિરંગા સર્કલ પાસે હાઇવે રોડ પર નાકાબંધી કરીને સદર બોલેરો ગાડીને રોકી તપાસ હાથ ધરી હતી. ગાડીના પાછળના બોડીના ભાગે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૬,૪૮૦ બોટલો (૧૧૬૭ લીટર) મળી આવી હતી.

​જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:

​વિદેશી દારૂની બોટલો (૬,૪૮૦ નંગ): ₹૧૧,૦૧,૬૦૦/-

​મહિન્દ્રા બોલેરો પિકઅપ ડાલુ (RJ20GC1439): ₹૬,૦૦,૦૦૦/-

​રેડમી કંપનીનો મોબાઈલ ફોન: ₹૫,૦૦૦/-

​રોકડ રકમ: ₹૪૩૦/-

​કુલ મુદ્દામાલ કિંમત: ₹૧૭,૦૭,૧૩૦/-

​પકડાયેલ આરોપીની વિગત

​પોલીસે દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાનના રહેવાસી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​આરોપીનું નામ: સુજારામ લાદાજી દેવરાજી જાતે રબારી (ઉં.વ. ૩૫)

​સરનામું: રહે. માવલગામ, હોલી ચોક, તા. આબુરોડ, જી. સિરોહી (રાજસ્થાન)

​કામગીરી કરનાર પોલીસ ટીમ

​આ સફળ કામગીરીમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એસ. ચૌધરી, પી.એસ.આઈ. એચ.એસ. રાવત, અ.હે.કો. રઘુવિરસિંહ દશરથસિંહ, અ.હે.કો. મહેન્દ્રભાઈ ભરતભાઈ, અ.પો.કો. દિલજીતસિંહ અરજણભાઈ, અ.પો.કો. સક્તાભાઈ વશરામભાઈ તેમજ અ.પો.કો. મયુરસિંહ જયરાજસિંહ સામેલ રહ્યા હતા.

​પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts