અમદાવાદ:
શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જુગારના ગુનાઓ નાબૂદ કરવા માટે પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પોલીસ સ્ટેશનના સ્ટાફે એક પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી. દેસાઈ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના અત્રેના કર્મચારીઓને મળેલી ખાનગી બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી.
દરોડાની વિગત:
પોલીસ ટીમને બાતમી મળી હતી કે, બહેરામપુરા વિસ્તારમાં આવેલ અદ્દાહનગર રસવાળી ગલી, મન. ૩૭ રેહમતી મોહલ્લા પમ્પીંગ સ્ટેશન પાસે આવેલ એક બંધ મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સદર બંધ મકાનમાં રેડ કરી ત્યાં જુગાર રમી રહેલા કુલ ૯ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
ઝબ્બે કરાયેલ મુદ્દામાલ:
પોલીસે સ્થળ પરથી જુગારના સાધનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૨૫,૧૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
રોકડ દાવાના નાણાં: રૂ. ૨,૪૫૦/-
અંગજડતીના નાણાં: રૂ. ૩,૧૭૫૦/-
મોબાઇલ ફોન (નંગ-૪): રૂ. ૧૦,૬૦૦/-
ગંજી પાના (નંગ-૫૨): રૂ. ૩/-
લાઇટબીલ (નંગ-૧): રૂ. ૩/-
પકડાયેલા આરોપીઓની વિગત:
આ કેસમાં પોલીસે કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે, જેમના નામ નીચે મુજબ છે:
૧. યાસીન ઉર્ફે ઘાંચી મોહમદહુસેન શેખ (રહે. બહેરામપુરા, અમદાવાદ)
૨. મોહમદહુસેન હાજીમોહમદ શેખ (રહે. બહેરામપુરા, અમદાવાદ)
૩. આરીફ મોહમદયુસુફ શેખ (રહે. બહેરામપુરા, અમદાવાદ)
૪. રમેશભાઈ ધનશ્યામભાઈ મહારાજ (રહે. જમાલપુર, અમદાવાદ)
૫. મેહબુભભાઈ યુસુફભાઈ રજાઈવાલા (રહે. જમાલપુર, અમદાવાદ)
૬. હનીફ અબ્દુલરહીમ શેખ (રહે. જમાલપુર, અમદાવાદ)
૭. મોહમદસાકીર મોહમદસાદીક શેખ (રહે. બહેરામપુરા, અમદાવાદ)
૮. નિયાજુદ્દીન અનવરહુસેન શેખ (રહે. બહેરામપુરા, અમદાવાદ)
૯. દિપક બચુભાઈ મકવાણા (રહે. નિકોલ, અમદાવાદ)
દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.