અમદાવાદ: M.Parivahan APK ફાઈલ મોકલી હેકર્સે મોબાઈલ હેક કર્યો, રૂ. ૫.૯૦ લાખની ઓનલાઈન ઠગાઈ

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં વોટ્સએપ પર APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરીને રૂ. ૫.૯૦ લાખથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

​મળતી માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં આવેલ પ્રથમ પેરેડાઇઝ (કણાટાવટી એપાર્ટમેન્ટ-૦૪ પાસે) ખાતે રહેતા ૩૫ વર્ષીય હરીશભાઈ ઘનશ્યામભાઈ ગુપ્તાએ તા. ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મે ૨૦૨૬ થી તા. ૦૭/૦૫/૨૦૨૬ ના સમયગાળા દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર ૭૫૬૬૯૧૦૨૯૩ ના ધારકે હરીશભાઈના વોટ્સએપ પર ‘M.Parivahan.apk’ નામની એક ફાઈલ મોકલી હતી.

​હરીશભાઈએ આ ફાઈલ ઓપન કરતા જ અજાણ્યા શખ્સે તેમનો ઈલેક્ટ્રોનિક ડેટા અને મોબાઈલ ફોન હેક કરી તેનો એકસેસ મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપીએ મોબાઈલના તમામ કોલ પોતાના નંબર (૭૫૬૬૯૧૦૨૯૩) પર ફોરવર્ડ કરી દીધા હતા.

​હેકરે હરીશભાઈના મોબાઈલમાં રહેલ ફ્લિપકાર્ટ (Flipkart) એપ્લિકેશન સાથે લિંક થયેલા ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી, ટ્રાન્ઝેક્શન માટે જરૂરી OTP પોતાના ફોન પર મેળવી લીધા હતા. આ રીતે ફ્લિપકાર્ટ મારફતે તબક્કાવાર કુલ રૂ. ૫,૯૦,૮૯ત્/- નો વ્યવહાર કરી લીધો હતો. આ નાણાંનો ઉપયોગ કરી ‘ફ્લિપકાર્ટ મિનિટ્સ’ (Flipkart Minutes) દ્વારા જુદા-જુદા મોંઘા મોબાઈલ ફોનની ખરીદી કરી ઠગાઈ આચરી હતી.

​આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ હાઈટેક સાયબર ગુનાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર (PI) શ્રી પી. એચ. મકવાણા ચલાવી રહ્યા છે.

Related Posts