નારોલ પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડ્યો.

લાંભા ટી ખાતેથી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી દારૂ મળી આવ્યો.

by Bansari Bhavsar

અમદાવાદ: નારોલ પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે લોકોને પકડ્યા છે. પોલીસે લાંભા ટી પાસેથી આ કાર્યવાહી કરી હતી. પોલીસે કુલ ₹10,75,240 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​પોલીસે એક બોલેરો પીકઅપ ગાડીમાંથી દારૂનો જથ્થો પકડ્યો હતો. આ જથ્થામાં જુદી જુદી બ્રાન્ડની કુલ 228 બોટલો હતી, જેની કિંમત ₹4,80,240 ગણી શકાય. આ સિવાય ગાડી અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

​આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં (૧) વિજયકુમાર મહાવીરસિંહ જાટ અને (૨) સુશીલ રોહીતાસ જખર (જાટ)નો સમાવેશ થાય છે. બંને રાજસ્થાનના રહેવાસી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Related Posts