ગુજરાતમાં મોટી આતંકી ષડયંત્રનો પર્દાફાશ: ISIS સાથે જોડાયેલા 3 આતંકી ઝેર બનાવતા ઝડપાયા!

by Bansari Bhavsar

​ગુજરાત એટીએસ (ATS) એ રાજ્યમાં એક મોટો આતંકી હુમલો થાય તે પહેલા જ નિષ્ફળ બનાવ્યો છે. ગુપ્ત માહિતીના આધારે, ISIS આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ગુજરાતમાં સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ઝેર બનાવવાનું અને તેનો ઉપયોગ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.

​ખતરનાક ઝેર બનાવવાનો હતો ઇરાદો

​એટીએસને મળેલી માહિતી મુજબ, પકડાયેલા આ આતંકીઓનો ઇરાદો ગુજરાતમાં ભીડવાળી જગ્યાઓ પર હુમલો કરવાનો હતો. તેઓ સાયનાઇડ જેવા સામાન્ય ઝેર કરતાં પણ વધુ ઘાતક કેમિકલ વેપન (ઝેરી રાસાયણિક હથિયાર) તૈયાર કરવાની તૈયારીમાં હતા.

​સુરક્ષા એજન્સીઓએ લાંબા સમયથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી હતી. આ આતંકીઓ રાજ્યમાં કોઈ મોટો ‘કાંડ’ કરે તે પહેલાં જ એટીએસની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.

​આતંકીઓ પાસેથી હથિયારો અને ઝેરી કેમિકલ કબજે

​એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય આતંકીઓ પાસેથી નીચે મુજબની વસ્તુઓ મળી આવી છે:

​3 પિસ્તોલ

​30 કારતૂસ

​ખતરનાક ઝેરી કેમિકલ (Toxic Chemical)

​આતંકીઓએ રાજ્યની ભીડવાળી જગ્યાઓ પર હુમલા માટે રેકી (તપાસ) પણ કરી હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે તેઓ ટૂંક સમયમાં જ પોતાનો ઘાતક પ્લાન પાર પાડવાના હતા. ત્રણેય આતંકીઓની ઉંમર આશરે 25 વર્ષની આસપાસ છે.

​ઝડપાયેલા આતંકીઓના નામ અને સરનામું

​ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયેલા આતંકીઓના નામ નીચે મુજબ છે:

​ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની:

​રહેવાસી: હૈદરાબાદ

​મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન:

​રહેવાસી: ઉત્તરપ્રદેશ

​આઝાદ સુલેમાન સૈફી:

​રહેવાસી: ઉત્તરપ્રદેશ

​આ તમામની ધરપકડ બાદ એટીએસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તેમના નેટવર્ક અને અન્ય ઇરાદાઓનો પર્દાફાશ કરી શકાય

Related Posts