અમદાવાદ/સાણંદ
તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રોજ અમદાવાદ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સાણંદ વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.
પોલીસ અધિક્ષક (SP) શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબની સૂચનાથી જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સ્થળ અને જથ્થો:
સ્થળ: સાણંદ-સરખેજ હાઇવે રોડ પર આવેલા ‘નીર્મીત ફ્લોરા ફ્લેટ’ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
પકડાયેલ માલ: પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને બીયરના ટીન મળીને કુલ ૭૩૨ નંગ જપ્ત કર્યા છે.
કિંમત: આ દારૂના જથ્થાની બજાર કિંમત આશરે રૂપિયા ૪,૨૮,૬૪૦/- (ચાર લાખ, અઠ્ઠાવીસ હજાર છસો ચાલીસ) છે.
ધરપકડ: પોલીસે દારૂના વિપુલ જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધરમશીભાઇ રબારી અને હેડ કોન્સ્ટેબલ દિલાવરસિંહ વાઘેલાની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ સફળતા મેળવી હતી. પોલીસે હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.