અમદાવાદ: માધવપુરામાં ગૌમાંસના જથ્થા સાથે એકની ધરપકડ, ૧૬૦ કિલો માંસ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરના માધવપુરા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગૌમાંસ અને ભેંસના માંસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ, શાહપુર દરવાજા બહાર આવેલ રામલાલના ખાડા વિસ્તારમાં એક દુકાનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી.

​મુખ્ય વિગતો:

​ઝડપાયેલ આરોપી: મોહમદ જોયેફ ઉર્ફે ઉજેફા અયુબભાઇ કુરેશી (ઉં.વ. ૩૯), રહે. શાહપુર દરવાજા બહાર, માધવપુરા.

​મુદ્દામાલ: પોલીસે કુલ ₹૩૨,૭૦૦/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં:

​૧૬૦ કિલો ગૌવંશ અને ભેંસવંશનું માંસ (કિંમત ₹૩૨,૦૦૦/-).

​માંસ કાપવાના ૩ સ્ટીલના છરા અને ૫ લોખંડના કોયતા.

​વજન કાંટો અને વજનિયા.

​લોખંડના સળિયા અને સ્ટીલના છાબડા.

​પોલીસ કાર્યવાહી:

​માધવપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. ટી.આર. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એ.એસ.આઈ. અરવિંદકુમાર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ખુશ્બુબેનને આ અંગે બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ગેરકાયદેસર માંસનો જથ્થો મળી આવ્યો હતો.

​આ કેસમાં અન્ય એક આરોપી સોહેબ અયુબભાઇ કુરેશી હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. માધવપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts