સરદારનગર પોલીસનો સપાટો: હર્ષદ ઉર્ફે મુગડાના જુગારના અડ્ડા પર રેડ, ૫૨,૭૫૦ના મુદ્દામાલ સાથે ૧૧ની ધરપકડ

ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી સેકન્ડ PI કલસરિયાની ટીમ

by Bansari Bhavsar

અમદાવાદ, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬

​અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. કલસરિયા અને તેમની ટીમે મોટી સફળતા મેળવી છે. કુબેરનગરના ચાચર ચોક વિસ્તારમાં ચાલતા એક ગણનાપાત્ર જુગારના કેસને શોધી કાઢવામાં આવ્યો છે.

​બાતમીના આધારે મધરાતે કાર્યવાહી

​સરદારનગર પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, હર્ષદ ઉર્ફે મુગડો જીલાભાઇ તમંચે નામનો શખ્સ ચાચર ચોક, રામદેવપીર મંદિરની પાછળ એક પતરાનો ખુલ્લો શેડ બનાવી ત્યાં બહારથી માણસો બોલાવી હારજીતનો જુગાર રમી-રમાડે છે. આ બાતમીના આધારે તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વહેલી સવારે ૦૧:૩૦ વાગ્યે પોલીસે રેઈડ કરી હતી.

​કુલ ૫૨,૭૫૦ની રોકડ જપ્ત

​પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી હર્ષદ ઉર્ફે મુગડા સહિત કુલ ૧૧ શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે કાર્યવાહી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

​દાવ પરના નાણાં: રૂ. ૩૨,૫૩૦/-

​અંગઝડતીના નાણાં: રૂ. ૨૦,૨૨૦/-

​કુલ રોકડ: રૂ. ૫૨,૭૫૦/-

​અન્ય ચીજવસ્તુઓ: ગંજીપાના નંગ ૫૨.

​પોલીસ ટીમની કામગીરી

​આ રેઈડમાં સેકન્ડ પી.આઈ. એન.બી. કલસરિયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.એમ. પટેલ, આર.એલ. ચૌહાણ, ડી.જે. પટેલ અને અન્ય પોલીસ કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી છે. આરોપીઓ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​હાઇલાઇટ્સ:

​મુખ્ય આરોપી: હર્ષદ ઉર્ફે મુગડો (ઉ.વ. ૫૨).

​ઝડપાયેલા લોકો: કુલ ૧૧ ઇસમો.

​જપ્ત મુદ્દામાલ: રૂ. ૫૨,૭૫૦/- રોકડા.

Related Posts