અમદાવાદ: બાંધકામ સાઇટ પરથી ઇલેક્ટ્રિક વાયર ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો, LCB ઝોન-1 એ ₹2.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી નવી બાંધકામ સાઇટો પરથી ઇલેક્ટ્રિક વાયરના બંડલોની ચોરી કરનાર એક રીઢા તસ્કરને LCB ઝોન-૧ ની ટીમે ઝડપી પાડ્યો છે. પકડાયેલ શખ્સ પાસેથી પોલીસે ૨૬ બંડલ વાયર અને અન્ય સાધનો સહિત કુલ ₹૨,૦૯,૫૦૬/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

​ખાનગી બાતમીના આધારે કાર્યવાહી

​LCB ઝોન-૧ ના પો.સબ.ઇન્સ. કે.કે. ચાવડા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના વાયર સાથે પસાર થઈ રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને અશ્વિનભાઈ શંકરલાલ પંચાલ (ઉં.વ. ૫૨) નામના ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરી છે.

​૩ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો

​આ ધરપકડથી અમદાવાદના ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે:

​નારણપુરા પોલીસ સ્ટેશન

​વાડજ પોલીસ સ્ટેશન

​અડાલજ પોલીસ સ્ટેશન

​શું શું કબજે કરાયું?

​પોલીસે આરોપી પાસેથી નીચે મુજબની વસ્તુઓ રિકવર કરી છે:

​ઇલેક્ટ્રિક વાયરના બંડલ (૨૬ નંગ): કિંમત ₹૧,૭૨,૫૦૬/-

​ડ્રિલ મશીન (૦૨ નંગ): કિંમત ₹૨,૦૦૦/-

​એક્ટિવા: કિંમત ₹૩૫,૦૦૦/-

​કુલ મુદ્દામાલ: ₹૨,૦૯,૫૦૬/-

​આરોપી અગાઉ વર્ષ ૨૦૧૦માં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. LCB ઝોન-૧ ની ટીમે આ કામગીરી કરીને મિલકત સંબંધી ગુનાઓ રોકવામાં મોટી સફળતા મેળવી છે.

Related Posts