અમદાવાદ: શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ફરિયાદીની ઓફિસ બહારથી કાગળના સેમ્પલ ફોલ્ડરના પાર્સલની ચોરી કરનાર બે રીઢા તસ્કરોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે ફરિયાદીની ઓફિસ બહાર જાહેરમાં પડેલા કાગળના સેમ્પલ ફોલ્ડર નંગ-૨૦૦૦ (કિંમત અંદાજે રૂ. ૧૧,૦૦૦/-) ના પાર્સલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૦૩(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધાયો હતો.
પોલીસની કાર્યવાહી
સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહીલ અને પીએસઆઈ જે.એલ. સિસોદિયાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બે શખ્સોને આંતર્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ GJ-01-TA-7163 નંબરની રિક્ષા મળી આવી હતી.
ઝડપાયેલા આરોપીઓ:
૧. અસલમ ઉર્ફે બાબુ ઝહીરુદ્દીન કાઝી (રહે. દાણીલીમડા)
૨. મોહમ્મદહમીદ મોહમ્મદ આમીન સૈયદ (રહે. વટવા)
કબ્જે કરેલ મુદ્દામાલ:
કાગળના સેમ્પલ ફોલ્ડર નંગ-૨૦૦૦ (કિં. રૂ. ૧૧,૦૦૦/-)
એક ઓટોરિક્ષા (કિં. રૂ. ૫૦,૦૦૦/-)
કુલ મુદ્દામાલ: રૂ. ૬૧,૦૦૦/-
પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડીટેક્ટ થયો છે. હાલ પોલીસ આ શખ્સોની વધુ પૂછપરછ કરી રહી છે કે તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ.