અમદાવાદ:
અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફલો સ્કોડને એક મોટી સફળતા મળી છે. સાણંદ, બાવળા અને મહેમદાવાદ પોલીસ સ્ટેશનના વિવિધ ગંભીર ગુનાઓમાં છેલ્લા ૧૨ વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપી રમેશ વગાજી મારવાડીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગત
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચના અન્વયે LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ PSI આર.બી. રાઠોડ અને તેમની ટીમ કાર્યરત હતી.
પેટ્રોલિંગ દરમિયાન ASI કરમશીભાઇ રબારી અને હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પઢેરીયાને ચોક્કસ બાતમી મળી હતી કે અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી રમેશ મારવાડી હાલમાં ચોક્કસ લોકેશન પર છે. જેના આધારે પોલીસે છટકું ગોઠવી તેને દબોચી લીધો હતો.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલ આરોપી રમેશ વગાજી મારવાડી (રહે. રાયપુર, જિ. શિરોહી, રાજસ્થાન) નીચે મુજબના ગુનાઓમાં સંડોવાયેલો હતો:
સાણંદ પોલીસ સ્ટેશન (૨૦૧૪): પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો-ફરતો હતો.
બાવળા પોલીસ સ્ટેશન (૨૦૧૬): દારૂબંધીના વિવિધ કલમો હેઠળ ગુનામાં સંડોવણી.
મહેમદાવાદ પોલીસ સ્ટેશન (૨૦૧૩): રાયોટિંગ અને હત્યાના પ્રયાસ (IPC ૩૦૭) જેવા ગંભીર ગુનામાં કોર્ટે તેને ૫ વર્ષની સજા ફટકારી હતી, છતાં તે ફરાર થઈ ગયો હતો.
કામગીરી કરનાર ટીમ
આ સફળ ઓપરેશનમાં LCB પી.આઈ. આર.એન. કરમટીયા, PSI આર.બી. રાઠોડ, PSI પી.જી. બારૈયા સહિત ASI કરમશીભાઇ, નરેન્દ્રસિંહ વાળા, અજીતસિંહ પઢેરીયા, અનુપસિંહ સોલંકી, છત્રસિંહ સોલંકી, કુલદીપસિંહ ચૌહાણ અને અબ્દુલભાઈ દેસાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.