અમદાવાદ: નારોલ પોલીસે ₹1.20 લાખના ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

મર્ડર અને લઠ્ઠાકાંડમાં પણ હતો સામેલ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે નારોલ (Naarol) પોલીસ સ્ટેશનની એન.ડી.પી.એસ. (NDPS) ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક રીઢા ગુનેગારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી

​નારોલ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ રાજેન્દ્રસિંહ (બ.નં. 7029) ને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રવત ના સીધા માર્ગદર્શન હેઠળ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો.

​ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ

​પોલીસે આરોપી પાસેથી ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે ₹૧,૨૦,૦૦૦/- થાય છે.

​આરોપીનું નામ: સબ્બીરહુસેન ઉર્ફે ઝાકિરહુસેન કાસમહુસેન મોમીન (ઉંમર ૫૦ વર્ષ)

​રહેઠાણ: ગુલમોહર સોસાયટી, વટવા, અમદાવાદ.

​ગુનાહિત ઈતિહાસ: આરોપી અગાઉ કરંજ પોલીસ સ્ટેશનમાં મર્ડર અને લઠ્ઠાકાંડ જેવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.

​પોલીસ કાર્યવાહી

​નારોલ પોલીસે આ મામલે NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(B)(2)(B) અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. જે.બી. અગ્રવત, પી.એસ.આઈ. આર.ડી. સાંબડ અને ટીમ જોડાયા હતા.

Related Posts