ચોમાસામાં ‘સ્ટોક’ કરવાનો પ્લાન ચોપટ: કણભામાંથી ₹14.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, 2 બુટલેગર ફરાર!

by Bansari Bhavsar

કણભામાં ગોડાઉનમાંથી ₹14.46 લાખનો દારૂ ઝડપાયો: ચોમાસામાં અછતનો ફાયદો ઉઠાવવાનો પ્લાન ચોપટ

​અમદાવાદ: એસ.પી. રિંગ રોડ નજીક આવેલા કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. ચોમાસાની આગામી સીઝનમાં દારૂની અછતનો ગેરફાયદો ઉઠાવવાના ઇરાદાથી વ્હેલાલ ગામની સીમમાં આવેલા એટલાન્ટીક ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એક ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

​ચોક્કસ બાતમીના આધારે કણભા પોલીસે ગોડાઉનમાં દરોડો પાડીને ₹13.96 લાખની કિંમતની વિદેશી દારૂ અને બિયરની કુલ 6,420 બોટલો જપ્ત કરી છે. આ સાથે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી એક લોડિંગ રિક્ષા પણ કબ્જે કરવામાં આવી છે. પોલીસે કુલ ₹14,46,860નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​દરોડા દરમિયાન બંને બુટલેગરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કણભા પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.

Related Posts